મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં ચોરીની શંકા રાખી યુવકને ઢોર માર મારતા મોતને મામલે ત્રણની ધરપકડ

અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરીની શંકા રાખી એક યુવકને ઢોર મારવા મામલે ત્ર

અમદાવાદમાં ચોરીની શંકા રાખી યુવકને ઢોર માર મારતા મોતને મામલે ત્રણની ધરપકડ

અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરીની શંકા રાખી એક યુવકને ઢોર મારવા મામલે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 21 ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે સવારે 6:00 કલાકે ઘુમા નજીક એક યુવકને ચોરીની આશંકા રાખી પકડીને માર મારવામાં આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું.

21 ફેબ્રુઆરીએ વિભુષા બંગ્લોઝ પાસે સોમેશ્વર રેસીડન્સી સામે પટેલ ફેબ્રીકેશન સામે આવેલ ત્રણ બાકડા વચ્ચે 3 લોકોએ ઇન્દ્રવદનને માર માર્યો હતો. 39 વર્ષીય ઇન્દ્રવદન પુરષોતમભાઇ પરમારનું ઢોર માર મારવાના કારણે મોત થયું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ત્રણ દિવસ પહેલા આરોપી કેતન પટેલની ફેબ્રીકેશનની દુકાનમાં ચોરી થઈ હતી જેથી કેતન અને તેના અન્ય બે મિત્રોએ સાથે મળીને પોતાની ફેબ્રિકેશનની દુકાનની આસપાસ રેકી કરી હતી.

કેતન પટેલે પોતાની દુકાનમાં થયેલ ચોરીની ઘટનામાં ચોર કોણ છે,તે જાણવા માટે સંદર્ભ પટેલ અને સુભાષ પટેલ સાથે મળીને રેકી કરી, જેથી ચોર કોણ છે તે જાણી શકાય. આ દરમિયાન 21 ફેબ્રુઆરીએ સવારે 6:00 કલાકે ઇન્દ્રવદન નામનો યુવક તેમની દુકાન પાસેથી પસાર થતો હતો જેથી તેના પર શંકા રાખી હુમલો કરવામાં આવ્યો.

આ હુમલામાં ઇન્દ્રવદનને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો જ્યાં તેનો મોત થયું. બોપલ પોલીસે આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જેમાં કેતન પટેલ અને સુભાષ પટેલનો સમાવેશ થાય છે. ત્રયણેની ધરપકડ કર્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો