અમદાવાદ શહેરમાં રી ડેવપલમેન્ટ હેઠળ કુલ 165 બાંધકામો દુર કરાયા
અમદાવાદમાં ગોમતીપુર ચારટોડા કબ્રસ્તાન વિસ્તારમાં રી ડેવલપમેન્ટનો અમલ મુકવામાં આવ્યો છે. 2007માં આ

અમદાવાદમાં ગોમતીપુર ચારટોડા કબ્રસ્તાન વિસ્તારમાં રી ડેવલપમેન્ટનો અમલ મુકવામાં આવ્યો છે. 2007માં આર.ડી.પી.નો નિર્ણય કરાયો હતો જેની અંતર્ગત 2007માં એકમ ધારકોને નોટિસ આપવામાં આવી હતી અને આજે આરડીપીનો અમલ કરવામાં આવ્યો છે. આ મામલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં કુલ 120 કોમર્શિયલ તેમજ 45 જેટલા રહેણાંક મકાનોને અસર થશે. આ સાથે સાથે માલિકોને યોગ્ય વળતર આપવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.
આ મામલે કોંગ્રેસના કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યા હતા કે, મેમનગર, આનંદ નગર, આશ્રમ રોડ, સેટેલાઈટ સહિત ૧૦૭ જેટલી જગ્યાઓ પર આરડીપીનો અમલ હજુ નથી થયો. ડીડીપી 20 વર્ષથી પેન્ડિંગ હોવા છતાં 23 વિસ્તારોમાં અમલ નથી કરાયો. ગોમતીપુર વોર્ડમાં આવેલી ચાર કોટડા રીટીપી 15 વર્ષ પહેલાની છે તેમ છતાં તેનો અમલ કરવામાં આવ્યો છે.



