અમદાવાદ: મહિલા સાથે મિત્રતા કરવી વેપારીને ભારે પડી, ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી આચરી છેતરપિંડી
અમદાવાદમાં સોશિયલ મીડિયા પર મહિલા સાથે મિત્રતા કરવી વેપારીને ભારે પડી ગઇ છે. ક્રિપ્ટો કરન્સી અને

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર મહિલા સાથે મિત્રતા કરવી વેપારીને ભારે પડી ગઇ છે. ક્રિપ્ટો કરન્સી અને યુએસડીટીમાં રોકાણ કરવાના બહાને છેતરપિંડી આચરવામં આવી છે. સ્ટીલના વેપારી પાસેથી 1.91 કરોડની ઠગાઇ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કરોડો રૂપિયાની લાલચ આપી ક્રિપ્ટોમાં કરાવ્યું રોકાણ
અમદાવાદમાં સ્ટીલના એક વેપારીની સોશિયલ મીડિયા પર એક મહિલા સાથે મિત્રતા થઇ હતી. ધીમે ધીમે વાતચીતમાં મહિલાએ વેપારીને ક્રિપ્ટો કરન્સી તેમજ યુએસડીટીમાં રોકાણ કરવાની સલાહ આપી 1.91 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.
મહિલાએ વેપારીને ક્રિપ્ટો તેમજ યુએસડીટીમાં રોકાણ કરી 6 કરોડથી વધુનો નફો બતાવી છેતરપિંડી આચરી હતી. વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






