મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: ખટોદરામાં ત્રણ અસામાજિક તત્વો ઝડપાયા, પાર્ક કરેલા વાહનોને આગ ચાંપીને થયા હતા ફરાર

ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરત શહેરના

Surat news: ખટોદરામાં ત્રણ અસામાજિક તત્વો ઝડપાયા, પાર્ક કરેલા વાહનોને આગ ચાંપીને થયા હતા ફરાર

ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઠાકોર દીપ સોસાયટીમાં રહેતા અનિલ રાઠોડના ઘર બહાર પાર્ક કરેલા બે  વાહનોને રાત્રિ દરમિયાન બે ઈસમોએ આગ ચાંપી દીધી હતી.

આગ લાગવાની ઘટનાથી સ્થાનિકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બંને મોપેટ વાહનો બળીને ખાક થઈ ગયા હતા. વાહન માલિકે આ અંગે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરી

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરીને જૂની અદાવત રાખીને આગ લગાડનાર ત્રણ ઇસમોની અટકાયત કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો