મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ

દેશમાં છેલ્લા કેટલાક સમયથી એરપોર્ટ અને વિમાનોમાં બોમ્બની ધમકી અવાર નવાર મળતી રહે છે ત્યારે વડોદરા એરપોર્ટ પર

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ

દેશમાં છેલ્લા કેટલાક સમયથી એરપોર્ટ અને વિમાનોમાં બોમ્બની ધમકી અવાર નવાર મળતી રહે છે ત્યારે વડોદરા એરપોર્ટ પર બોમ્બ મુકાયાની ધમકીભર્યો ઇમેલ મળતા દોડધામ મચી ગઇ હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા કોઇ શંકાસ્પદ વસ્તુ ના મળતા તંત્રએ રાહત અનુભવી હતી.

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વડોદરા એરપોર્ટ પર બોમ્બ મુક્યો હોવાનો ધમકી ભર્યો ઇમેલ મળતા દોડધામ મચી ગઇ હતી. ધમકી ભર્યા ઇમેલને ધ્યાનમાં રાખતા વડોદરા એરપોર્ટ ખાતે તાત્કાલિક બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. અગાઉ ત્રાસવાદી ગ્રુપ દ્વારા એરપોર્ટ સહિતના દેશની નામાંકિત શાળાઓમાં ઇમેલ મારફતે બોમ્બ મુકવા આવ્યા હોવાની ધમકી આપવામાં આવી હતી.

સ્ટેટ બોમ્બ ડિસ્પોઝલની ટીમ તથા CISF દ્વારા એરપોર્ટ પરિસરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.વડોદરા એરપોર્ટ પર સઘન ચેકિંગ કરતા બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ ના મળતા તંત્રએ રાહત અનુભવી હતી.

આ સમાચાર શેર કરો