મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે તપાસ હાથ ધરી

ગુજરાત હાઇકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઇલ

ગુજરાત હાઇકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે તપાસ હાથ ધરી

ગુજરાત હાઇકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઇલ મળતા હાઇકોર્ટના રજીસ્ટારે સોલા પોલીસને જાણ કરી છે. બોમ્બની ધમકીનો મેઇલ મળતા જ પોલીસે કોર્ટમાં તપાસ હાથ ધરી છે. બીડીડીએસ સહિત તમામ ટીમ તપાસમાં જોડાઇ છે.

ગુજરાત હાઇકોર્ટને બે મહિનામાં ત્રીજી વખત મળી બોમ્બની ધમકી

ગુજરાત હાઇકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવીની ધમકી ઇ-મેલ દ્વારા મળી છે. બે મહિનામાં ત્રીજી વખત ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસ અને BDDSએ તપાસ શરૂ કરી છે અને કોર્ટ પરિસરના દરવાજા બંધ કરી દેવાયા છે. પ્રાથમિક તપાસમાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

ગુજરાતમાં બોમ્બની ધમકીને પગલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચેન્નાઇથી રેની જોસિલ્ડા નામની યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. એકતરફી પ્રેમમાં નિષ્ફળતા મળ્યા બાદ ગુજરાત સહિત 11 રાજ્યોમાં 100થી વધુ સ્થળોએ બોમ્બની ધમકી આપી હતી.

આ સમાચાર શેર કરો