મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આ છે ગુજરાતનો વિકાસ: કડકડતી ઠંડી હોય કે ભડકે બાળતી ગરમી, નાના ભુલકાંઓ બારેમાસ ખુલ્લામાં ભણવા મજબૂર

રાજ્ય સરકાર નાના બાળકો ભણે આગળ વધે તેવા પ્રયત્નો કરીને બાળકોને પ્રવેશઉત્સવ કરીને બાળ

આ છે ગુજરાતનો વિકાસ: કડકડતી ઠંડી હોય કે ભડકે બાળતી ગરમી,  નાના ભુલકાંઓ બારેમાસ ખુલ્લામાં ભણવા મજબૂર

રાજ્ય સરકાર નાના બાળકો ભણે આગળ વધે તેવા પ્રયત્નો કરીને બાળકોને પ્રવેશઉત્સવ કરીને બાળકોને પ્રોત્સાહન કરે છે પરંતુ શાળામાં ઓરડા જ ન હોય તો નાના બાળકો ક્યાં ભણે? આવી જ એક સ્થિતિ છે બનાસકાંઠાના ભાભર ગામેથી જ્યાં શાળામાં ધોરણ 1 થી 5 માટે પુરતી સંખ્યામાં ઓરડાં ન હોવાથી નાના ભુલકાંઓને બારેમાસ ખુલ્લામાં શેડ નીચે ભણવા બેસવું પડે છે.

બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર ભાભરના વિજાપુરની સરદારપુરા પ્રાથમિક શાળાને સને 2018માં મંજુરી મળી હતી. પરંતુ હજુ સુધી શાળામાં ઓરડા નથી બનાવવામાં આવ્યા. હાલ આ પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5ના 40  વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ શાળા મંજુર થઈ ત્યારે બાળકોની સંખ્યા 70 હતી. ઓરડા ન હોવાથી ખૂલ્લામાં ભૂલકાઓ લોખંડના શેડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા છે.

આ પણ વાંચો : કચ્છમાં તળીયે પહોંચેલી શિક્ષણનીતિ સરહદી જિલ્લામાં શિક્ષણની ગંભીર સ્થિતિનું કારણ બની

1 થી 5 ધોરણ વચ્ચે એક શિક્ષક ઓરડાની અછતના કારણે વિધાર્થીઓનું ભાવી અંધકારમય બનતાં વિધાર્થીઓ  ઉનાળાની ગરમી તો શિયાળાની કડકડતી ઠંડી સહન કરીને નિર્ભયતાથી અભ્યાસ કરતા.પરંતુ વિધાર્થીઓના વાલીઓને ચિંતા થતાં સરદારપુરા પ્રાથમિક શાળામાંથી કાઢી પાંચ કી.મી. દુર વિજાપુર પ્રાથમિક શાળામાં પોતાના બાળકોને અભ્યાસ માટે મોકલી રહ્યા છે.

આ સરદારપુરા પેટા શાળામાં  માત્ર 35 થી 40 વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હાલ શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીના કારણે નાના ભૂલકાં વિધાર્થીઓ બિમારી ન પડે તેને લઈને શાળામાં હાજરી ઓછી છે. હાલ ચાલી રહેલા શિયાળું સુસવાટા મારતાં પવનમાં વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો