મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દરગાહમાંથી દાનપેટી ઉઠાવી ગયા, ચોરી કરતાં બે ઈશમો કેમેરામાં કેદ

મહેસાણાના દેદિયાસણ ગામે આવેલી દરગાહમાં ત્રાટકીને અજાણ્યા શખ્સો બે દાનપેટીમાંથી રોકડ રૂપિયા 20 હજારની ચોરી કરીને પ

VIDEO: દરગાહમાંથી દાનપેટી ઉઠાવી ગયા, ચોરી કરતાં બે ઈશમો કેમેરામાં કેદ

મહેસાણાના દેદિયાસણ ગામે આવેલી દરગાહમાં ત્રાટકીને અજાણ્યા શખ્સો બે દાનપેટીમાંથી રોકડ રૂપિયા 20 હજારની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. આ અંગે તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજમાં કેદ બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ.

રાત્રિના સમયે ચોરો ત્રાટક્યા

મહેસાણા શહેર નજીકના દેદિયાસણ ગામે રહેતાં અને છેલ્લાં ત્રણ વર્ષથી દેદિયાસણ બાલાપીર દરગાહ બાબા મસ્તાનની દરગાહ પર સેવા પૂજા કરતાં અલ્તાફહુસેન અબ્દુલભાઈ ફકીર (ઉવ.36)એ એવી ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી ગત તા.23મીના સાંજે દરગાહની સેવાપૂજા કરી રાત્રિના સૂઈ ગયા હતા. દરમિયાનમાં વહેલી સવારે સેવાપૂજા કરવા ફરિયાદી જાગતાં દરગાહમાં મુકેલ લોખંડના પતરાની નાની અને મોટી એમ બે દાનપેટીઓ જણાઈ ન હતી.

અજાણ્યા બે શખ્સો સામે ગુનો દાખલ

 દાનપેટીની શોધખોળ કરવા છતાં મળી ન હતી. તેથી ફરિયાદીએ આ અંગે પ્રમુખ પઠાણ લીયાકતઅલી અત્યારખાનને ફોનથી જાણ કરતાં તેઓ સવારે દરગાહ પર આવ્યા હતા. દરગાહના સીસીટીવી કેમેરા ચેક કરતાં અજાણ્યા બે શખ્સો દરગાહમાં મુકેલી બે દાનપેટીઓ મોડીરાત્રિના સુમારે ઉપાડીને લઈ જતા હોવાનું જોવા મળ્યું હતુ.દરગાહમાંથી રૂપિયા 20 હજાર ભરેલી દાનપેટીની ચોરી મામલે તાલુકા પોલીસે  અજાણ્યા બે શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો