મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: બેઝબોલ સ્ટીક, ડંડા સાથે પકડાતા લોકો સામે ગુનો નહીં નોંધાય, વર્તણુંક શંકાસ્પદ ગણાશે તો..

અમદાવાદ પોલીસ કમિશનરે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. પોલીસને વાહન ચેકિંગ કે અન્ય તપાસ દરમ્યાન બેઝબોલ સ્

અમદાવાદ:  બેઝબોલ સ્ટીક, ડંડા સાથે પકડાતા લોકો સામે ગુનો નહીં નોંધાય, વર્તણુંક શંકાસ્પદ ગણાશે તો..

અમદાવાદ પોલીસ કમિશનરે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. પોલીસને વાહન ચેકિંગ કે અન્ય તપાસ દરમ્યાન બેઝબોલ સ્ટીક, હોકી અને ડંડા મળી આવતા હતા, ત્યારે ગુજરાત પોલીસ એક્ટ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ મામલે મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બેઝબોલ સ્ટીક, હોકી કે દંડા મળી આવે તો ગુનો નહીં નોંધવા માટે સુચના

જો તપાસ દરમ્યાન બેઝબોલ સ્ટીક, હોકી કે દંડા મળી આવે તો ગુનો નહીં નોંધવા માટે સુચના આપવામાં આવી છે, પરંતુ કોઈ વ્યક્તિની વર્તણુંક શંકાસ્પદ ગણાય તો સીઆરપીસીની કલમ 151 મુજબ ગુનો નોંધી શકાશે, જો કે તલવાર કે અન્ય કોઈ ધારદાર હથિયાર મળી આવે તો ગુનો નોંધાશે.

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા મહત્ત્વનો નિર્ણય

તાજેતજરમાં ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજી અનુસંધાનમાં મહત્ત્વનું અવલોકન કરવામાં આવ્યું હતું કે કોઈ પાસે સ્ટીક મળી આવવાથી તે વ્યક્તિ ગુનેગાર છઈ જતો નથી કે તેના વિરુદ્ધ જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી શકાય, હાઈકોર્ટના આ અવલોકન પછી અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો