મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkotમાં 15થી વધારે કારખાનાઓમાં લાખો રૂપિયાની ચોરી, કારખાના માલિકોમાં ભયનો માહોલ

રાજકોટ જિલ્લા ના ધોરાજીના જુનાગઢ રોડ પર પ્લાસ્ટિક ઉદ્યોગ અને કારખાનામાં મોડી રાત્રે ચાર

Rajkotમાં 15થી વધારે કારખાનાઓમાં લાખો રૂપિયાની ચોરી, કારખાના માલિકોમાં ભયનો માહોલ

રાજકોટ જિલ્લા ના ધોરાજીના જુનાગઢ રોડ પર પ્લાસ્ટિક ઉદ્યોગ અને કારખાનામાં મોડી રાત્રે ચારથી વધારે બુકાનીધારી ત્રાટકયાં અને પ્લાસ્ટિકના કારખાના અને અન્ય કારખાનાનાં તાળાં અને શટર તોડી તોડફોડ કરી અને રોકડ રકમ લૂંટી લીધી હતી. આમાં 15થી વધારે કારખાનામાં લાખો રુપિયાની ચોરી કરવામાં આવી છે. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ગોકુલ પ્લાસ્ટિક , રજવાડી પાણી , નીલેશ પોલી , મૌસમ પ્લાસ્ટિક, અર્જુન પ્લાસ્ટિક, સુમીત પ્લાસ્ટિક, જેવા 15થી વધારે કારખાનામાં ચોરી થયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે ધોરાજી પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે પંચનામું કર્યા બાદ નુકસાનીનો આંકડો સામે આવશે. ત્યારે આ ઘટનાને કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ માલિકો અને કારખાનાં માલિકોમાં ભય અને રોષનો માહોલ છે. 

આ સમાચાર શેર કરો