મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ધોરાજી નાફેડના ખરીદી કેન્દ્રમાં લાગી આગ, 12 લાખના બારદાન બળીને ખાક

રાજકોટ જિલ્લાના ધોરાજી નાફેડના ખરીદી કેન્દ્રમાં આગ લાગતાં નાસભાગ મચી હતી. મેદાનમાં રાખેલા બારદાનોના થપ્પા

રાજકોટ જિલ્લાના ધોરાજી નાફેડના ખરીદી કેન્દ્રમાં આગ લાગતાં નાસભાગ મચી હતી. મેદાનમાં રાખેલા બારદાનોના થપ્પામાં અચાનક આગ લાગતાં લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. 

આગ લાગવાનું કારણ અકબંધ

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી નાફેડના ખરીદી કેન્દ્રના મેદાનમાં રાખેલા બારદાનમાં આગ લાગતાં દોડધામ મચી હતી. આગ લાગતા મામલતદાર સહિત ફાયરફાયટરનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી, જો કે આ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ આગની ઘટનામાં અંદાજે 12 લાખનું નુકશાન થયું છે. નાફેડ દ્વારા મગફળી ખરીદી કેન્દ્રમા અન્ય બારદાનોની તાત્કાલિક વ્યવસ્થા કરી હોવાનો અધિકારીએ દાવો કર્યો છે. 
 

આ સમાચાર શેર કરો