ગુજરાત: પારિવારીક ઝઘડામાં નાના ભાઈને મોટા ભાઈ અને ભાભીએ મોતને ઘાટ ઉતાર્યો, તડપાવી તડપાવીને કરી હત્યા
ગુજરાતના દ્વારકામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યા છે. દ્વારકા જિલ્લામાં ભાઈ-ભાઈ

ગુજરાતના દ્વારકામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યા છે. દ્વારકા જિલ્લામાં ભાઈ-ભાઈના સગપણને કંલક લગાવતો કિસ્સો સામે આવ્યો છે. દ્વારકા જિલ્લાના મણિપુરના હાબરડી ગામે પારિવારીક માથાકૂટનું ગંભીર પરિણામ સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે મોટા ભાઈએ નાનાભાઈની હત્યા કરી નાખી છે.
ભાઈ-ભાભીએ સાથે મળીને સગા ભાઈને મોતને ઘાટ ઉતાર્યો
ભાઈ-ભાભીએ સાથે મળીને સગા ભાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો. પ્રાથમિક અહેવાલ પ્રમાણે યુવાન વાડીમાં રાત્રિવા રોજ સૂતો હતો ત્યારે સગા ભાઈ અને ભાભીએ નિંદ્રાધીન યુવાનને ગળે ટુપો દઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
દ્વારકા જિલ્લા પોલીસે ખૂની ભાઈને ઝડપી લીધો
સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મામલા ની ગંભીરતા જોતા દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ખૂની ભાઈને ઝડપી લીધો હતો. હત્યાની કલમનો ઉમેરો કરીને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.






