વડોદરા પોલીસની બર્બરતા: લારી બંધ કરવાની બાબતે યુવાનને રોડ પર ઢસડી ઢસડીને માર્યો, માથામાં આવ્યા 15 ટાંકા
ગુજરાતના વડોદરામાં મોડીરાત્રે પોલીસની બર્બરતાનો બનાવ સામે આવ્યો છે. રાત્રે ન

ગુજરાતના વડોદરામાં મોડીરાત્રે પોલીસની બર્બરતાનો બનાવ સામે આવ્યો છે. રાત્રે નાસ્તાની લારી બંધ કરાવવા મામલે પોલીસ અને યુવક વચ્ચે તકરાર થઈ હતી. પોલીસે લારીધારક યુવાનને બર્બરતા પૂર્વક માર મારીને રોડ પર ઢસડ્યો હતો. પોલીસના મારથી યુવાનને માથામાં 15 ટાંકા આવ્યાં છે.
પોલીસના મારથી યુવાનને માથામાં 15 ટાંકા આવ્યાં
મળતા અહેવાલ પ્રમાણે આ યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. યુવાનના શરીર પર પણ ઈજાના નિશાન છે.
પોલીસકર્મીઓ દંડા લઈને યુવાન પર તૂટી પડ્યા
આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ પ્રક્રિયા હાથ ધરાઈ છે. તપાસ બાદ શું મામલો છે તે સામે આવશે. પોલીસ કર્મચારીઓ દ્વારા યુવકને દંડાથી માર માર્યો હતો. ઉપરાંત જાણે કોઈ મોટો આરોપી હોય તે રીતના રોડ પર બેરહેમી પૂર્વક ઢસેડ્યો હતો. પહેલા યુવાનને સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, ત્યારબાદ ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.






