મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: ઈન્સ્ટા પર કિશોરીને મિત્રતા કરવી ભારે પડી, યુવાને સગીરાને પ્રેમજાળમાં ફસાવીને આચર્યું દુષ્કર્મ

ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ હવે ગુરૂવારે મોડી રાત્રે વડોદરા

વડોદરા: ઈન્સ્ટા પર કિશોરીને મિત્રતા કરવી ભારે પડી, યુવાને સગીરાને પ્રેમજાળમાં ફસાવીને આચર્યું દુષ્કર્મ

ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ હવે ગુરૂવારે મોડી રાત્રે વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક યુવતી સાથે  દુષ્કર્મ થયાની ફરિયાદ કરવામાં આવી છે. ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને  ફસાવી બેથી ત્રણ વખત દુષ્કર્મ આચરનાર વિધર્મીને માંજલપુર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી દ્વારા વિદ્યાર્થિનીને બોલાવી સાથે ગરબા રમવા માટે પણ આરોપી દબાણ કરતો હતો.

ઈન્સ્ટાપર થઈ મુલાકાત

મળતી માહિતી મુજબ, ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો ચાર મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર મકરપુરા ગામમાં રહેતા વાજીદશા દીવાન ( ઉં.વ.19) સાથે  પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી.

વિદ્યાર્થિનીને મળવા માટે આરોપી બોલાવતો

વાજીદશા દીવાન દ્વારા વિદ્યાર્થિનીને પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા માટે ધમકી આપવામાં આવતી હતી. વાજીદશા દીવાન તેની સ્કૂલ પર જઇને બળજબરીથી વાત  કરવાનો પણ પ્રયાસ કરતો હતો. હાલમાં ચાલતી નવરાત્રિમાં પણ માંજલપુર વિસ્તારના ગરબા ગ્રાઉન્ડ પર વિદ્યાર્થિનીને મળવા માટે આરોપી બોલાવતો હતો. આરોપી દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર તેની સાથે ફોટા પણ પાડવા માટે દબાણ કરવામાં આવતું હતું. 

આ સમાચાર શેર કરો