મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું ગળું દબાવીને કરી હત્યા, પીએમ રિપોર્ટમાં આવ્યું તથ્ય

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં મોગલવાડા ખાતેના એક ફ્લેટમાં યુવાનના રહસ્યમય મોત પરથી વાડી પોલીસે

વડોદરા: પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું ગળું દબાવીને કરી હત્યા, પીએમ રિપોર્ટમાં આવ્યું તથ્ય

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં મોગલવાડા ખાતેના એક ફ્લેટમાં યુવાનના રહસ્યમય મોત પરથી વાડી પોલીસે પડદો ઉચકયો છે. યુવાનનું મોત ગળું દબાવવાથી થયું હોવાની વિગતો પીએમ રિપોર્ટમાં બહાર આવતા પોલીસ તપાસ દરમિયાન તેની હત્યા પત્નીએ જ તેનાં પ્રેમીની મદદથી કરી હોવાનું જાણવા મળતા વાડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

 24 વર્ષના મોહમદહમજાનું પત્નીએ ગળું દબાવીને કરી હત્યા

 24 વર્ષનો મોહમદહમજા અબ્દુલકાદીર તનસુજવાલા (રહે.101 સોહેલ ચેમ્બર્સ બકરી પોળ મદીના મસ્જીદ મોગલવાડા વાડી) રાત્રે સુઇ ગયા પછી સવારે ઉઠ્યો જ નહોતો. પરિવારજનો તાત્કાલિકના ધોરણે યુવાનને હોસ્પિટલમાં લઈ ગયા હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સંપૂર્ણ તથ્ય આવ્યું સામે

ફરજ પરના તબીબે મોહમદ હમજાને મૃત જાહેર કર્યો હતો. વાડી પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી હતી. યુવાનના મૃતદેહનું પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. રિપોર્ટમાં સામે આવ્યું કે યુવાનની હત્યા મોઢું તથા ગળું દબાવી કરી હોવાનું બહાર આવ્યું હતું.

આ સમાચાર શેર કરો