VIDEO: ચોકીદાર જ ચોર નીકળ્યો, કલેક્ટર કચેરીમાં કરતો હતો આવું કામ
ચોરીની ઘટનાઓ તો આમ બનતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી રાજકોટમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ સિક્યુરિટી ફોર્સ

ચોરીની ઘટનાઓ તો આમ બનતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી રાજકોટમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ સિક્યુરિટી ફોર્સમાં નોકરી કરતા સરકારી કર્મચારીઓ સતત ફરિયાદ કરતા હતા.સરકારી કર્મચારીઓના બાઈકમાંથી પેટ્રોલની ચોરી થયાની સતત ફરિયાદો આવતી હતી. પરંતુ ચોર પકડાતો નહોતો. કલેક્ટર કચેરીમાં છેવટે ચોર રંગેહાથ ઝડપાઈ ગયો છે.
આ પણ વાંચોઃ ભાવનગર / TRB જવાને 400નો તોડ કરી દાદાને કહ્યું: અમે શરમ ભરીએ બીજા નઈ ભરે!
છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓના વાહનોમાંથી પેટ્રોલ ચોરી થતી હોવાની શંકા હતી. ચોર પણ શાતીર હતો. જ્યાં સીસીટીવી ન હોય તેવા સ્થળે પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ કાઢતો હતો. પરંતુ અંતે સરકારી કર્મચારીઓના બાઈકમાંથી પેટ્રોલ કાઢતા રંગે હાથે ઝડપાયો છે. આ ચોર કોઈ બહારનો નહીં પરંતુ કલેકટર કચેરીનો ચોકીદાર જ ચોર નીકળ્યો.
આ સમગ્ર મામલો કલેક્ટર સુધી પહોંચ્યો હતો. કલેક્ટરના આદેશ બાદ સઘન ચેકિંગ રાખતા ચોર રંગે હાથ ઝડપાઈ ગયો હતો. ચોકીદાર બાઈકમાંથી પેટ્રોલ કાઢી રહ્યો હતો. એ દરમિયાન કોઈ વ્યક્તિએ તેનો વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયો વાયરલ થતાં ચોર ઉપર આગળની કાર્યવાહી થશે.






