રાજકોટ અગ્નિકાંડમાં બે પરિવારે વ્હાલસોયા ગુમાવ્યા, હૈયાફાટ રૂદન વચ્ચે દિકરાઓની અંતિમ વિધિ કરાઇ
TRP ગેમઝોન અગ્નિકાંડના ત્રીજા દિવસના અંત સુધીમાં 11 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.

TRP ગેમઝોન અગ્નિકાંડના ત્રીજા દિવસના અંત સુધીમાં 11 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. પરાપીપયળીયા ગામના જયંત ઉર્ફે અનિલભાઈ ઘોરેચાનું પણ આ ઘટનામાં મોત નિપજ્યું હતું. રૈયા ગામના સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી.મૃતક જય ઘોરેચાના પિતા અનિલભાઈ ઘોરેચાનું પણ થોડા મહિનાઓ પહેલા જ મોત થયું હતું.રેચા ધ્રોલ તાલુકાના જાયવા ગામના મિત્રો સાથે TRP ગેમ ઝોનમાં રમવા ગયો હતો.
જય ગામના મિત્રો સાથે TRP ગેમ ઝોનમાં રમવા ગયો
TRP ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે અનેક લોકોના પરિવારના સભ્યો લાપતા હોવાની હજી પણ માહિતીઓ સામે આવેલી છે ત્યારે આગની આ ઘટનામાં રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના 22 વર્ષીય સ્મિત વાળા નામનો વ્યક્તિ આ ગેમ ઝોનમાં ગયા બાદ ગાયબ થયો હોવાની માહિતી સામે આવી હતી.
22 વર્ષીય સ્મિત વાળાનું ગેમ ઝોન થયું મોત
ત્યારે તેમનો પરિવાર આ પુત્રને શોધવા માટે અને જગ્યા ઉપર શોધખોળના તપાસ હાથ ધરી હતી પરંતુ તેમનો પુત્ર ક્યાંય નહીં મળતા તેમને આ મામલે દરેક હોસ્પિટલની અંદર પણ શોધ કોડ શરૂ કરી હતી અને અંતે તેમને ત્યાં પણ તેમના પુત્ર નહીં મળતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતેના મૃતદેહોની અંદર તેમને ડીએનએ સેમ્પલ આપ્યું હતું અને તેમનું સેમ્પલ મેચ તથા તેમની ડેટ બોડીને સોંપવામાં આવી છે.






