અમદાવાદ: અમરાઈવાડીમાં લુખ્ખા તત્વોનો આતંક, તલવારો અને લાકડી-દંડા વડે કર્યો હુમલો
અમદાવાદમાં તોફાની તત્વોએ અમરાઈવાડી વિસ્તારમાં ભારે આતંક મચાવ્યો હતો. તલવારો અને લાકડી-દંડા તથા પાઈપો વડે તેમણે દુકાનો,

અમદાવાદમાં તોફાની તત્વોએ અમરાઈવાડી વિસ્તારમાં ભારે આતંક મચાવ્યો હતો. તલવારો અને લાકડી-દંડા તથા પાઈપો વડે તેમણે દુકાનો, વાહનોમાં તોડફોડ મચાવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. જેના લીધે સ્થાનિકો ભયભીત થઈ ગયા હતા. હાલમાં સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે.
ઘટનાને કારણે કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊઠવા લાગ્યા
ઘટનાને કારણે કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊઠવા લાગ્યા છે. આવી હિંસક ઘટનાના દ્રશ્યો ત્યાંના સ્થાનિકો દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતાં.
પોલીસ ફરિયાદ છતાં અસામાજિક તત્વોનો આતંક
પોલીસમાં ફરિયાદ કરવા છતાં આવા અસામાજિક તત્વો દ્વારા સતત આ પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. તેમના પર તીક્ષણ હથિયારો વડે હુમલા કરવાના પ્રયાસ પણ થઈ રહ્યા છે. અમરાઈવાડી પોલીસને જ્યારે આ મામલે જાણ કરાઈ તો તેમણે ફરિયાદ નોંધી ત્વરિત તપાસ હાથ ધરી હતી






