મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વિદ્યાર્થિનીઓને શાળામાં કેદ કરી શિક્ષકને ઘરે જવાની ઉતાવળ ભારે પડી, શિક્ષણ મંત્રીએ આપ્યા તપાસના આદેશ

ખેડાના નવાગામ કન્યા શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે.વિદ્યાર્થિનીઓ

વિદ્યાર્થિનીઓને શાળામાં કેદ કરી શિક્ષકને ઘરે જવાની ઉતાવળ ભારે પડી, શિક્ષણ મંત્રીએ આપ્યા તપાસના આદેશ

ખેડાના નવાગામ કન્યા શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે.વિદ્યાર્થિનીઓ શાળામાં અભ્યાસ કરતી હતી આ દરમિયાન જ શિક્ષકો શાળાને તાળા મારીને ઘરે જતા રહ્યાં હતા. વિદ્યાર્થિનીઓએ બુમાબુમ કરતા વાલીઓ અને ગ્રામજનો શાળાએ પહોંચતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. આ ઘટનાને લઇને શિક્ષણ મંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

શાળાની બેદરકારી કે શિક્ષકોની ઘરે જવાની ઉતાવળ

ખેડાના નવાગામમાં કન્યા શાળામાં  શિક્ષિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરણ-7માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ શાળામાં જ કેદ થઇ ગઇ હતી. શાળાના મુખ્ય ગેટ પર તાળા જોઇને વિદ્યાર્થિનીઓ ગભરાઇ જતા બુમાબુમ કરી મુકી હતી. શાળાના બીજા માળે વર્ગખંડમાં 17 વિદ્યાર્થિનીઓ કેદ થઇ ગઇ હતી.

બુમાબુમ કરતા વાલીઓ અને ગ્રામજનો શાળાએ પહોંચ્યા હતા અને તાળા તોડીને 17 વિદ્યાર્થિનીઓને બહાર કાઢવામાં આવી હતી. વાલીઓ-ગ્રામજનોએ તે બાદ શિક્ષકોનો ક્લાસ લીધો હતો અને માફીપત્ર લખાવી મામલો શાંત પાડવા શિક્ષિકાએ પ્રયાસ કર્યા હતા.

શિક્ષણ મંત્રીએ તપાસના આપ્યા આદેશ

ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ આ ઘટનાને લઇને તપાસ કરવામાં આવી છે અને કસૂરવાર શાળાના શિક્ષકો સામે કડક પગલાં ભરવા માંગણી કરી છે. આ સાથે જ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા પણ નિયામકને તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: નકલી ED મામલે AAP-ભાજપ સામ સામે, ઇસુદાન-ઇટાલિયાએ જાહેરમાં ડિબેટની આપી ચેલેન્જ

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, આવી બેદરકારી ચલાવી ના લેવાય.આ સાથે જ વિદ્યાર્થીઓના પ્રવાસને લઇને પણ શિક્ષણ મંત્રીએ કાર્યવાહીની વાત કરી હતી. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, કોઇ શાળામાં પ્રાઇવેટ વાહનોમાં વિદ્યાર્થીઓને નહીં લઇ જવાય, જે તે શાળાના પ્રિન્સિપાલ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં ફરી તમામ DEO અને પ્રિન્સિપાલોને પ્રવાસ બાબતે સૂચનાઓ આપવામાં આવશે. વિદ્યાર્થીઓની જવાબદારી સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓની હોય છે.

આ સમાચાર શેર કરો