મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જુનાગઢ: સિવિલમાં દર્દીનું અચનાક મોત થતાં પરિવારજનો ઉશ્કેરાયા, તબીબો પર જીવલેણ હુમલો કર્યો

જુનાગઢ શહેરની સિવિલમાં દર્દીના પરિવારજનોએ તબીબી સ્ટાફ પર હુમવો કર્યો હતો. જુનાગઢન

જુનાગઢ: સિવિલમાં દર્દીનું અચનાક મોત થતાં પરિવારજનો ઉશ્કેરાયા, તબીબો પર જીવલેણ હુમલો કર્યો

 જુનાગઢ શહેરની સિવિલમાં દર્દીના પરિવારજનોએ તબીબી સ્ટાફ પર હુમવો કર્યો હતો.  જુનાગઢની એક વ્યક્તિને છાતીમાં દુખાવો ઉપાડતા સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં સારવાર માટે દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન તેમની સ્થિતિ સુધરવાને બદલે ગંભીર બની  હતી અને ત્યારબાદ મોત નિપજ્યું હતું. દર્દીના સગાઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે તબીબોની બેદરકારીના કારણે મોત નિપજ્યું હતું. 

દર્દીના સગાએ તબીબી સ્ટાફ પર અચાનક હુમલો કર્યો

તબીબના બેદરકારીના કારણે તેમના સંબંધીનું મોત થયાનું માની તબીબ સ્ટાફ પર અચાનક હુમલો કર્યો હતો.  ડીવાયએસપી, એલસીબી સ્થાનિક પોલીસ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. સમગ્ર બનાવને લઈ પોલીસે હાલ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ તબીબો હડતાળ પર ઉતર્યા હતા. જે તબીબી સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો તેમને પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

પોલીસે 8 અજાણ્યા શખ્સો પર ગુનો નોંધ્યો

પરિવારજનોના હુમાલ બાદ સિવિલ હોસ્પિટલના તમામ તબીબ સ્ટાફ હડતાલ પર ઉતરી જતા મામલો ગરમાયો હતો. પોલીસે 8 અજાણ્યા શખ્સો પર ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો