સંબંધોની ગરિમા ફરી એકવાર લજવાઈ, સુરતમાં સાવકા બાપે દીકરી પર આચર્યુ દુષ્કર્મ
સુરતમાં સંબંધોની ગરિમા ફરી લજવાઈ છે. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુડા સેક્ટર ખાતે રહેતા સાવકા બાપે જ દીકરી પર

સુરતમાં સંબંધોની ગરિમા ફરી લજવાઈ છે. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુડા સેક્ટર ખાતે રહેતા સાવકા બાપે જ દીકરી પર અવારનવાર દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે દીકરીએ સઘળી હકીકત માતાને જણાવતા તેઓએ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ તેના પતિ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ એકવાર સંબંધો શર્મસાર
છેડતી અને દુષ્કર્મમાં મોટાભાગે પરિચિતો જ સામે આવતાં હોય છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં સાવકા બાપે જ દીકરી પર નજર બગાડી દુષ્કર્મ આચર્યાની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં સચિન વિસ્તારમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાવકા બાપે જ દીકરી પર દુષ્કર્મ આચર્યું છે. મૂળ ઉત્તરપ્રદેશના ઝાલોદ જિલ્લાના વતની અને હાલમાં સુરતના સચિન વિસ્તારમાં આવેલી સાઈનાથ સુડા સેક્ટરમાં રહેતા યુવકના લગ્ન એક મહિલા સાથે થયા હતાં.
મહિલાએ પતિ સામે નોંધાવી ફરિયાદ
મહિલાને લગ્ન સમયે જ પહેલા પતિ મારફતે એક દીકરી હતી. લગ્ન બાદ યુવક પત્ની સાથે રહેતો હતો. ત્યારે દીકરી મોટી થતા નરાધમ પિતાએ દીકરી પર નજર બગાડી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. જો કે સઘળી હકીકત બાદમાં કિશોરીએ તેની માતાને જણાવતા તેની માતાએ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








