નવા વર્ષના પ્રારંભે 26 IAS અધિકારીને આપ્યું પ્રમોશન, રાજ્ય સરકારની મોટી જાહેરાત

ગુજરાતમાં 31 ડિસેમ્બરની મોડી રાત્રે 23 IPS અધિકારીની બઢતીના ઓર્ડર બાદ નવા વર્ષની શરૂઆત સાથે IAS અધિકારીની બઢતીના પણ ઓર્ડર થયાં છે. બુધવાર (1 જાન્યુઆરી)ના દિવસે 26 IAS અધિકારીને પ્રમોશન મળ્યું છે. જેમાં 2012 અને 2021ની બેચના IAS અધિકારીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય/ 1 નવો જિલ્લો અને 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્ય સરકારના વર્ષ 2012ની બેચના 17 IAS અધિકારીઓના સિલેક્શન ગ્રેડને મંજૂરી આપી છે. જેમાં 8 કલેકટર, 2 ડીડીઓ અને એક મ્યુનિસિપલ કમિશનર સહિત કુલ 17 અધિકારીઓને પે મેટ્રિક્સ 13નો લાભ આપવામાં આવ્યો છે. આ સિવાય અન્ય 9 IAS અધિકારીઓને સિનિયોરીટીમાં વધારો કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં વર્ષ 2012 અને વર્ષ 2021 બેચના અધિકારીઓના ગ્રેડમાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2012 ની બેચના 17 IAS અધિકારીઓના ગ્રેડ પેમાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં આ અધિકારીઓને લેવલ 13 માં પે માં રૂપિયા 1,23,100 થી 2,15, 900 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.
જ્યારે વર્ષ 2021ની બેચના 9 IAS અધિકારીઓના ગ્રેડ પે માં વધારો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં લેવલ 11 પ્રમાણે આ અધિકારીઓના પે માં 67, 200 થી 2,08, 700 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
2012ની બેચના IAS અધિકારીને મળી બઢતી
અમૃતેશ ઔરંગાબાદકરની AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બઢતી
અમિત અરોરાની કલેક્ટર કચ્છ-ભુજ તરીકે બઢતી
દિગ્વિજયસિંહ જાડેજાની ગીર સોમનાથના કલેક્ટર તરીકે બઢતી
ગૌરાંગ મકવાણાની ભરૂચના કલેક્ટર તરીકે બઢતી
તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બઢતી
સંજય કે. મોદી નર્મદા કલેક્ટર તરીકે બઢતી
રાજેશ એમ. તન્ના સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતી
એ. બી. પટેલ ગાંધીનગર જોઇન્ટ ચીફ ઇલેક્ટોરલ ઓફિસર તરીકે બઢતી
કે. સી. સંપત સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે બઢતી
એમ. કે. દવે ગાંધીનગર કલેક્ટર તરીકે બઢતી
પ્રવીણ કુમાર ડી. પૈસાનાની કૃષિ, કિસાન કલ્યાણ અને સહકાર વિભાગના જોઇન્ટ સેક્રેટરી તરીકે બઢતી
નૈમેશ એન. દવેની વલસાડ કલેક્ટર તરીકે બઢતી
વી. એન. શાહની તાપી-વ્યારાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતી
એસ. કે. પ્રજાપતિની કચ્છ-ભુજ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતી
એસ. ડી. ધાનાણીની પોરબંદરના કલેક્ટર તરીકે બઢતી
કિરણ ઝવેરીની મોરબી કલેક્ટર તરીકે બઢતી

2021ની બેચના IAS અધિકારીની બઢતી
કાર્તિક જીવાણીની બનાસકાંઠાના સુઇગામના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
જયંતસિંહ રાઠોરની સુરેન્દ્રનગરના પાટડીના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
પ્રણવ વિજયવર્ગીયની પંચમહાલ-ગોધરાના શહેરાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
કલ્પેશ કુમાર શર્માની સુરેન્દ્રનગરના ચોટીલાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
નિશા, ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન પ્રમોશન કંપની લિ.ના જોઇન્ટ એમ.ડી તરીકે બઢતી
અંચુ વિલ્સનની ખેડાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
સુનીલની કચ્છના અંજારના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
આનંદ અશોક પાટીલની મહિસાગરના લુણાવાડાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
દેવેન્દ્ર પ્રકાશ મીણાની અરવલ્લીના મોડાસાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી


