મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દુ:ખદ/ સિદ્ધપુર પરિવાર નિંદ્રાધીન હતો અને મકાનમાં લાગી આગ, 4 વર્ષનું બાળક અને વૃદ્ધા જીવતા ભડથું

પાટણના સિદ્ધપુરમાંથી દુખદ અહેવાલ સામે આવ્યા છે. સિદ્ધપુરના તિરૂપતિ નગરમાં મોડીરાત્રીએ રહેણા

દુ:ખદ/ સિદ્ધપુર પરિવાર નિંદ્રાધીન હતો અને મકાનમાં લાગી આગ, 4 વર્ષનું બાળક અને વૃદ્ધા જીવતા ભડથું

પાટણના સિદ્ધપુરમાંથી દુખદ અહેવાલ સામે આવ્યા છે. સિદ્ધપુરના તિરૂપતિ નગરમાં મોડીરાત્રીએ રહેણાંક મકાનમાં ભયાનક આગ લાગી હતી, આ દુર્ઘટનામાં એક 4 વર્ષીય બાળક અને એક 65 વર્ષીય મહિલાનું મોત થયું હતું.

ઘરમાં પરિવાર સૂતો હતો ત્યારે લાગી હતી આગ

તો આ દુર્ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતા અહેવાલ પ્રમાણે ઘરમાં પરિવાર સૂતો હતો. ત્યારે મધરાત્રે  અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.

આ પણ વાંચો: અમરેલી: બાબરા તાલુકાના શીરવાણીયા ગામના સરપંચ પર જીવલેણ હુમલો, 7 શખ્સો માર મારી રફુચક્કર

 ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી

આગની જાણ ફાયર વિભાગને  કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ ગંભીર રીતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઘટનાની જાણ થયા બાદ પોલીસ કાફલો પણ પહોંચ્યો હતો, ઉલ્લેખનીય છે કે આ આગ કયા કારણોસર લાગી હતી તેનું કારણ હજુ અકબંધ છે.

આ સમાચાર શેર કરો