મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચોટીલા: સસ્તા અનાજની દુકાનો પર દરોડા પાડનાર અધિકારીઓની રેકી કરવાનું કૌભાંડ, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યના ચોટીલા ખાતે સસ્તા અનાજોની દુકાનો પર ખુલ્લી રીતે ગેરરીતિ થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. દુકા

ચોટીલા: સસ્તા અનાજની દુકાનો પર દરોડા પાડનાર અધિકારીઓની રેકી કરવાનું કૌભાંડ, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યના ચોટીલા ખાતે સસ્તા અનાજોની દુકાનો પર ખુલ્લી રીતે ગેરરીતિ થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. દુકાનદારો સોશિયલ મીડિયામાં ગૃપ બનાવીને દરોડા પાડવા જતા અધિકારીઓની પણ રેકી કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગરીબોના પેટમાં જતું સસ્તું અનાજ અલગ અલગ ફેક્ટરીઓમાં જતા હોવાની શંકાના આધારે સરકારી અધિકારીઓ દરોડા પાડે છે. ત્યારે ખુલ પ્રાંત અધિકારી પણ ચેકિંગમાં દોડી ગયા હતા.

સોશિયલ મીડિયામાં ગૃપમાં અધિકારીઓ પર રાખે છે સતત નજર 

સસ્તા અનાજની દુકાનો પર વ્યાપક ગેરરીતિ સામે આવી છે. ઢોકળવા, દેવપરા, ખેરાણાની દુકાનોમાં ગેરરીતિ ઝડપાઈ. ઘઉં, ચોખા, ખાંડ, તુવેરદાળ સહિતની વસ્તુઓ બારોબાર વેચી નાખવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

 ઢોકળવા, દેવપરા, ખેરાણાની દુકાનોમાં ગેરરીતિ ઝડપાઈ

સરકારના નિયમ મુજબ સસ્તા અનાજના દુકાનધારકોએ ગ્રાહકોને કુપન આપવી ફરજીયાત હોય છે. છતાં પણ ગ્રાહકોને કુપન આપવામાં આવતી નથી સમગ્ર મામલાના કારણે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

આ સમાચાર શેર કરો