મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'મેડમ એક વર્ષથી પ્રેમ કરું છું જરા સમજો', નફ્ફટ પ્રિન્સિપાલે 42 વર્ષની શિક્ષિકાને રસ્તા પર આંતરીને કરી છેડતી

છેલ્લા એક વર્ષથી શિક્ષિકાને હું તમને એકતરફી પ્રેમ કરું છું તેમ કહી હેરાન પરેશાન કરતાં નિમેટાની સ્

'મેડમ એક વર્ષથી પ્રેમ કરું છું જરા સમજો', નફ્ફટ પ્રિન્સિપાલે 42 વર્ષની શિક્ષિકાને રસ્તા પર આંતરીને કરી છેડતી

છેલ્લા એક વર્ષથી શિક્ષિકાને હું તમને એકતરફી પ્રેમ કરું છું તેમ કહી હેરાન પરેશાન કરતાં નિમેટાની સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતી ૪૨ વર્ષની શિક્ષિકાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે નિમેટા ખાતે આવેલી શ્રીમતી સી.એમ. ઘીયા સાર્વજનિક હાઇસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રકાશ દાઉદભાઇ પરમાર (રહે.નિર્મલનગર સો., ગામડી, તા.આણંદ) છેલ્લા એક વર્ષથી મને હેરાન કરે છે. મને રસ્તામાં ઊભી રાખી મેડમ હું તમને એકતરફી પ્રેમ કરું છું તેમ કહી હું સ્કૂટર પર ઘેર જતી હોઉં ત્યારે મારો પીછો કરે છે.

મારા ઘેર આવીને પરેશાન કરતો

વેકેશનમાં પણ હું ઘેર હતી ત્યારે મારા ઘેર આવીને પરેશાન કરતો હતો. તા.૩૦ના રોજ હું ઘેર જતી હતી ત્યારે આજવા ચોકડીથી વાઘોડિયા ચોકડી તરફ નેશનલ હાઇવે પરથી પસાર થતા વાઘોડિયા બ્રિજના સર્વિસરોડ પરથી જતી હતી.

મેડમ હું તમને છેલ્લા એક વર્ષથી એકતરફી પ્રેમ કરું છું

 કાર લઇને પ્રકાશ પરમારે આવીને મને આંતરી હતી અને અપશબ્દો બોલી મારો હાથ પકડી છેડતી કરી જણાવ્યું કે મેડમ હું તમને છેલ્લા એક વર્ષથી એકતરફી પ્રેમ કરું છું, આખો સમાજ હવે આવાજ માર્ગે ચાલે છે તમે કેમ ના પાડો છો?

મેડમ તમે ઘેર જઇને વિચાર કરજો

આ વખતે મે કહ્યું કે જુઓ મારો હાથ છોડશો નહી તો બૂમાબૂમ કરીશ તેમ કહેતાં પ્રકાશ પરમારે તરત જ મહિલાનો હાથ છોડ્યો અને કહ્યું  મેડમ તમે ઘેર જઇને વિચાર કરજો, તેમ કહી ધમકી આપી હતી. બાદમાં તે વીડિયોકોલ અને ફોન કરી હેરાન પરેશાન કરતો હતો. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને પણ લેખિત અને મૌખિક ફરિયાદ કરી હતી.

આ સમાચાર શેર કરો