દાહોદ: લીમખેડાનો પોલીસ કર્મી જ દારૂની હેરાફેરીમાં બુટલેગરને કરતો મદદ, પોલીસે કરી અટકાયત
દાહોદના લીમખેડામાં પોલીસ કર્મચારી બુટલેગરની મદદ કરતો હોવાનો મામલો સામે આવ્યો છે. લી

દાહોદના લીમખેડામાં પોલીસ કર્મચારી બુટલેગરની મદદ કરતો હોવાનો મામલો સામે આવ્યો છે. લીમખેડા DYSPનો ડ્રાઈવર ભુપેન્દ્ર રાઠોડ બુટલેગરની દારૂની હેરાફેરીમાં મદદ કરતો હતો. તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે આ મામલે પોલીસ કર્મચારીની અટકાયત કરી છે.
લીમખેડા DYSPનો ડ્રાઈવર ભુપેન્દ્ર રાઠોડ બુટલેગરની મદદ કરતો
પોલીસે તેની અટકાયત કરીને સખ્ત પૂછપરછ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચે લીમખેડા હાઈવે પર 7મી તારીખે દારૂ ઝડપ્યો હતો.
તપાસમાં પોલીસ કર્મી જ બુટલેગરની મદદ કરતો હોવાનું ખુલ્યું
જ્યારે પોલીસ તપાસ શરૂ થઈ ત્યારે લીમખેડા DYSPનો ડ્રાઈવર ભુપેન્દ્ર રાઠોડ સુધી આ ઘટનાના તાર પહોંચ્યા હતા અને તપાસમાં પોલીસ કર્મી જ બુટલેગરની મદદ કરતો હોવાનું ખુલ્યું હતું.






