મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોડાસાના યુવાનનો મોતનો મામલો: FSL રિપોર્ટમાં આંતરીક ઈજાઓથી મોત, પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

અરવલ્લી જિલ્લાના મોડાસાના કોલિખડ ગામના વિદ્યાર્થીના મોતના મામલામાં નવો વળાંક આવ્યો છે. કોલિખડ ગામના ય

મોડાસાના યુવાનનો મોતનો મામલો: FSL રિપોર્ટમાં આંતરીક ઈજાઓથી મોત, પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

અરવલ્લી જિલ્લાના મોડાસાના કોલિખડ ગામના વિદ્યાર્થીના મોતના મામલામાં નવો વળાંક આવ્યો છે. કોલિખડ ગામના યુવાનનો  4 જુલાઈના રોજ તત્વ આર્કેટના બેઝમેન્ટમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો.

  4 જુલાઈના રોજ મળ્યો હતો મૃતદેહ

પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ત્યારે આ યુવાનના FSL રિપોર્ટ સામે આવ્યો છે, આ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યુવાનનું મોત આંતરીક ઈજાઓના કારણે થયું છે.

પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી

FSL રિપોર્ટના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. યુવાનની ઓળખ પ્રીત ચૌધરી તરીકે થઈ છે. ગત મહિનાની 22 તારીખે મોડાસામાં પરિવારજનોએ જસ્ટીસ ફોર પ્રિતના બેનર હેઠળ પ્રદર્શન પણ યોજ્યું હતું.

આ સમાચાર શેર કરો