રાજકોટ: 'જાગો લેઉવા પટેલો જાગો'ની પત્રિકા વાયરલ થતા મચ્યો હડકંપ, ક્રાઈમ બ્રાન્ચે પાંચ યુવાનોની કરી અટકાયત
લોકસભા ચૂંટણી પહેલા લેઉવા પાટીદારની પત્રિકા વાયરલ થઈ હતી. જેને લઈને રાજકોટ

લોકસભા ચૂંટણી પહેલા લેઉવાપાટીદારની પત્રિકા વાયરલ થઈ હતી. જેને લઈને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા પોલીસ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી.વાયરલ થયેલી પત્રિકાને લઈ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી અને પાંચ લેઉવા પાટીદાર સમાજના યુવકોની અટકાયત કરવામાં આવી હતી. વૈમનસ્ય ફેલાવનાર જવાબદાર શખ્સોને ઝડપી પાડવાની ભાજપે માંગ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આ યુવાનોની અટકાયત કરી હતી.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પાંચ યુવાનોની અટકાયત કરી
બીજી તરફ કોંગ્રેસે યુવકોની ગેરકાયદેસર રીતે અટકાયત કરવાનો આરોપ લગાવ્યો છે.ત્યારે લોકસભા ચૂંટણી વચ્ચે લેઉવા પાટીદાર સમાજને લઈ પત્રિકા વાયરલ થતા રાજકોટમાં રાજનીતિ ગરમાઈ છે.
કોંગ્રેસે ભાજપ પર ખોટી રીતના હેરાનના લગાવ્યા આરોપ
કોંગ્રેસે ભાજપ ખોટી રીતે કોંગ્રેસના નેતાઓને પરેશાન કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. કોંગી આગેવાનો મોડીરાત્રે ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ પહોંચ્યા હતા અને લેઉવા પટેલોને નિશાન બનાવાતા હોવાનો કોંગી પાટીદાર મહિલા નેતા પીનલબેન સાવલિયા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો.
ભરત બોઘરાએ કોંગ્રેસ પર તૃષ્ટિકરણની રાજનીતિના આરોપ લગાવ્યા
રાજકોટ-લેઉવા પાટીદાર સમાજ અંગેની વાયરલ પત્રિકાનો મુદ્દે ભરત બોઘરાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા જ નથી. પરસ્પદ વૈમનસ્ય ઉભું થાય તેવી રાજનીતિ કરે છે. જ્ઞાતિ વચ્ચે, જાતિ વચ્ચે અને ધર્મ વચ્ચે વેરઝેર કરાવે છે.
કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે. જે લોકોએ ખોટું કર્યું છે,જે લોકો સમાજને તોડી રહ્યા છે અમારી પાર્ટીને ડેમેજ કરી રહ્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. જે લોકો ખોટું કરે છે તેમને ભોગવવું પડશે પછી તે ગમે તે સમાજના વ્યક્તિ હોય.








