મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news: ચોટીલામાં ક્રેડિટ કંપનીએ કર્યું ઉઠામણું, હજારો લોકોના રૂપિયા ફસાયા

ગુજરાતમાં ફરીથી એક વખત ક્રેડિટ સોસાયટીએ ઉઠામણું કર્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. મળતા

Surendranagar news: ચોટીલામાં ક્રેડિટ કંપનીએ કર્યું ઉઠામણું, હજારો લોકોના રૂપિયા ફસાયા

ગુજરાતમાં ફરીથી એક વખત ક્રેડિટ સોસાયટીએ ઉઠામણું કર્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં લોકોના રૂપિયા ચાંઉ કરીને કંપની સંચાલકો ફરાર થયાની ઘટના સામે આવી છે. ચોટીલામાં જય ચામુંડા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના ઉઠમણાની આશંકાએ રોકાણકારોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે.

 કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવીને પલાયન કર્યું

આ સોસાયટીના સંચાલકોએ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવીને પલાયન કરી લીધું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સોસાયટીએ દૈનિક બચત યોજના શરૂ કરીને મહિનાઓ સુધી લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા.

 દૈનિક બચત યોજના શરૂ કરી લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા 

 લોકોએ ફરિયાદ દાખલ કરી હતી કે આ યોજના પૂરી થયા બાદ પણ રોકાણકારોને તેમના રૂપિયા પરત કરવામાં આવ્યા નથી.રોકાણકારોએ જ્યારે પોતાના રૂપિયાની માગણી કરી તો સંચાલકો ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા અને યોગ્ય જવાબ આપવાને બદલે ટાળમટોળની નીતિ અપનાવી હતી.

આ સમાચાર શેર કરો