સુરત ONGCના વોચમેનની હત્યાનો ભેદ ઉકેલાયો, બિહારથી 2 આરોપીની ધરપકડ
સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં ONGCમાં કામ કરતા વોચમેનને ગોળી મારી હત્યાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્ય

સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં ONGCમાં કામ કરતા વોચમેનને ગોળી મારી હત્યાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બિહારના શિવાંન જિલ્લા ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરી છે.
બંને આરોપીઓ હત્યા કર્યા બાદ પોતાના વતન બિહાર શિવાન જિલ્લામાં જતા રહ્યા હતા અને ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. આ બનાવમાં મૃતક રોહિત ગીરી તથા આરોપી વિક્રાંતકુમાર અગાઉ સુરતમાં પહેલા સાથે રહેતા હતા. તેઓ વચ્ચે પૈસાની લીધી મામલે ઝઘડો પણ થયો હતો.
આ પણ વાંચો : અંબાજી નજીક પથ્થરમારા અને લૂંટની ઘટનામાં પોલીસે કરી 7 આરોપીઓની ધરપકડ
ઝઘડો થયા બાદ આરોપી વિક્રાંત પોતાના વતન બિહાર જતો રહ્યો હતો. પરંતુ તેને મન દુઃખ લાગી આવતા વિક્રાંતે પોતાના મિત્ર સિદ્ધાર્થને સાથેની સુરત આવ્યો હતો. જ્યાં મૃતક રોહિત શું કરે છે ક્યાં જાય છે તેની સતત બે દિવસ સુધી રેકી કરી અને અંતે પકડાયેલ બંને આરોપીઓએ 2 જાન્યુઆરીના રોજ રોહિત ઉપર ફાયરિંગ કરી હત્યા કરી નાખી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






