ધારાસભ્ય પોતાના જ મતવિસ્તારમાં ભ્રષ્ટાચારના આરોપથી થયા પરેશાન, હાઇકોર્ટમાં અરજી કરી
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના મત વિસ્તારમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે હાઇક

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના મત વિસ્તારમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે.કાંધલ જાડેજાની અરજી પર 28 ઓગસ્ટે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
કુતિયાણાના ધારાસભ્યએ લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
કુતિયાણાના ધારાસભ્ય પોતાના મત વિસ્તારની નગરપાલિકામાં જ ભ્રષ્ટાચારના આરોપ સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે. કાંધલ જાડેજાએ સરકારી ગ્રાન્ટના મિસ મેનેજમેન્ટ અને કથિત ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.
કાંધલ જાડેજાએ ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવા અને બાદમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. આંગણવાડી, પબ્લિક પાર્ક માટે ફાળવાયેલા નાણાંમાં ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ સાથે અરજી કરી છે. હાઇકોર્ટમાં આ મામલે હવે 28 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે.






