મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: બાગબાન ચાર રસ્તા પર કારમાં શખ્સોએ યુવાનનું કર્યું અપહરણ, ગૂગલ પેથી ઓનલાઈન લૂંટ કરી

મેગાસિટી અમદાવાદમાં ગુનાખોરી વધી રહી હોવાનું સામે આવી રહ્યું છે. થલતેજ ભાઈકાકાનગરમાં આવેલા રાધેય એપાર્ટમેન્ટમાં રહેતો

અમદાવાદ: બાગબાન ચાર રસ્તા પર કારમાં શખ્સોએ યુવાનનું કર્યું અપહરણ, ગૂગલ પેથી ઓનલાઈન લૂંટ કરી

મેગાસિટી અમદાવાદમાં ગુનાખોરી વધી રહી હોવાનું સામે આવી રહ્યું છે. થલતેજ ભાઈકાકાનગરમાં આવેલા રાધેય એપાર્ટમેન્ટમાં રહેતો 23 વર્ષીય પુજન વસોયા ખાનગી ફાર્મા કંપનીમાં નોકરી કરે છે, રવિવારે રાત્રે નવ વાગ્યે તે બાગબાન ચાર રસ્તાથી ચાલતો ચાલતો કાફે તરફ જઈ રહ્યો હતો, ત્યારે ત્યાં ઉભી રહેલી એક કારમાં રહેલા ત્રણ યુવાનોએ બળજબરીથી કારમાં બેસાડીને શીલજ તરફ હંકારી હતી.

યુવાનનું અપહરણ કરીને અવાવરુ સ્થળ પર લઈ ગયા

યુવાનનું અપહરણ કરીને અવાવરુ સ્થળ પર લઈ ગયા હતા. યુવાનને માર મારીને તેનો મોબાઈલ પમ ઝૂંટવી લીધો હતો. મોબાઈલમાં ગુગલ પેથી અન્ય બેંક એકાઉન્ટમાં બળજબરી પૂર્વક 40 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

 સત્યમ દેસાઈ, આર્યન દેસાઈ, આયુષ રબારીને પોલીસે દબોચ્યા

શખ્સોએ યુવાનને ઢોર માર મારીને રસ્તા પર છોડી મુક્યો હતો. પોલીસે સમગ્ર મામલે ગુનોં નોઁધ્યો હતો. ગુનો નોંધ્યા બાદ સત્યમ દેસાઈ, આર્યન દેસાઈ, આયુષ રબારીને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચીને આગળની કાર્યવાહી કરી હતી. 

આ સમાચાર શેર કરો