મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27% OBC અનામત સમાંતર લાભની હાઈકોર્ટમાં સુનાવણી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27 ટકા ઓબીસી અનામત સમ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27% OBC અનામત સમાંતર લાભની હાઈકોર્ટમાં સુનાવણી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27 ટકા ઓબીસી અનામત સમાંતર લાભનો મામલો પહોંચ્યો હાઈકોર્ટ. જ્ઞાતિની સંખ્યાના આધારને ધ્યાને લીધા વિના સમાંતર 27% અનામતની જોગવાઈ સુપ્રીમકોર્ટના હુકમનો તિરસ્કાર હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત જસ્ટિસ કલ્પેશ ઝવેરીના વળપણ હેઠળ નિમાયેલ ઓબીસી મિશનના રિપોર્ટની ભલામણોનું પાલન ન થતું હોવાનો પણ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો. વિગતવાર દલીલોને અંતે હાઈકોર્ટે નોટિસ ફટકારી જવાબ માગ્યો હતો.

હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી કમિશન, રાજ્ય સરકાર, લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર ડિપાર્ટમેન્ટ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, પંચાયતી રાજ અને ગ્રામ્ય અને શહેરી વિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ ને નોટિસ ફટકારી માંગ્યો જવાબઆ અંગેની આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

આ સમાચાર શેર કરો