મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: નરાધમ શખ્સે પત્ની અને પુત્રીને પાઈપ વડે ઢોર માર માર્યો, 7 વર્ષની દિકરીનું મોત

અમદાવાદના વસ્ત્રાલમાં સભ્ય સમાજને શરમમાં મૂકવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે વ

અમદાવાદ: નરાધમ શખ્સે પત્ની અને પુત્રીને પાઈપ વડે ઢોર માર માર્યો, 7 વર્ષની દિકરીનું મોત

અમદાવાદના વસ્ત્રાલમાં સભ્ય સમાજને શરમમાં મૂકવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે   વસ્ત્રાલમાં વિનાયક સોસાયટીમાં પતિએ પત્ની અને દીકરીને પાઈપ વડે માર માર્યાની ઘટના સામે આવી હતી.

સાત વર્ષની દીકરીનું કરૂણ મોત 

આ ઘટનામાં શખ્સની  સાત વર્ષની દીકરીનું કરૂણ મોત નિપજ્યું  હતું. સમગ્ર મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 પત્નીને એ હદે માર માર્યો કે ગંભીર ઈજાઓ પહોંચી

શખ્સે તેની પત્નીને એ હદે માર માર્યો કે ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહિલાઓને ઈજાઓ પહોચતા તેને સારવાર અર્થે ખસેડવામા આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તપાસ શરૂ હાથ ધરી. પ્રાથમિક તપાસમાં  ઘરકાંકાસને કારણે પતિએ માર માર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે..

આ સમાચાર શેર કરો