પોરબંદરમાં કરોડોનો ખેલ કરનાર જલારામ ક્રેડિટ કોપરેટીવનો મુખ્ય કૌભાંડી ઝડપાયો
ગુજરાતમાં જાણે છેલ્લા કેટલાક સમયથી કૌંભાડો પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એવ

ગુજરાતમાં જાણે છેલ્લા કેટલાક સમયથી કૌંભાડો પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એવામાં પોરબંદર જલારામ ક્રેડિટ કોપરેટીવનો કૌભાંડી ઝડપાયો છે. પોરબંદરમાં વાળી પ્લોટ વિસ્તારમાં જલારામ ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટીના પરિવારે કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર: ગેસ ગળતર મામલે વધુ એકની હાલત ગંભીર, કોન્ટ્રાક્ટરની અટકાયત સાથે 2 સામે ફરિયાદ
કરોડોનું કૌભાંડ કરી પલાયન થયેલ પરીવારના એક સૂત્રધારને કમલાબાગ પોલીસે ઝડપી લીધો હતો. મુખ્ય આરોપી સંજય દાવડા ઘણા દિવસોથી પોલીસની પકડથી દુર હતો. જેથી પોરબંદર પોલીસે સંજય દાવડાને ઝડપી લેવા ઠેરઠેર દરોડા કર્યા હતા. આખરે સંજય દાવડા ઉત્તરપ્રદેશમાં છુપાયો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે ઉત્તરપ્રદેશમાંથી ધરપકડ કરી આરોપીને પોરબંદર લાવ્યા હતા.
કરોડો રૂપિયાના કૌભાંડમાં સંજય દાવડા, પુત્ર મનન દાવડા અને પત્ની સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે પોલીસે મેગા સર્ચ ઓપરેશન કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા.






