કોલકત્તાની ઘટનાના પડઘા પડ્યા સુરતમાં, તબીબો સહિતના મેડિકલ સ્ટાફે કેન્ડલ માર્ચ યોજી ન્યાયની કરી માગ
કોલકત્તાની ઘટનાના પડઘા પડ્યા સુરતમાં પડ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં કેન્ડલ માર્ચ

કોલકત્તાની ઘટનાના પડઘા પડ્યા સુરતમાં પડ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી. કોલકતામાં મહિલા ડૉક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાને પગલે કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી. આ રેલી કોલકતાની મહિલા ડૉક્ટરને ન્યાય અપાવવા માટે યોજાઈ હતી. રેલીમાંમ સિવિલ હોસ્પિટલના 200 જેટલા તબીબો જોડાયા હતાં.
સ્ટુડન્ટ-ડોક્ટર જોડાયા
સિવિલ મેડિકલ કોલેજની નવી બિલ્ડીંગ પાસે મોટી સંખ્યામાં રેસીડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ એકઠા થયા હતા. કોલકત્તામાં મહિલા ટ્રેઈની તબીબ સાથે બનેલી ઘટનાને લઈને કેન્ડલ માર્ચ યોજી હતી. જેમાં વિવિધ બેનરો સાથે પ્રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ જોડાયા હતા. જેમાં સ્ટોપ, નો મર્સી ટુ રીપીસ્ટ, સેવ ધ સેવિયર જેવા બેનરો સાથે મોટી સંખ્યામાં રેસીડેન્ટ ડોક્ટરો અને સ્ટુડન્ટ જોડાયા હતા.
વિવિધ સંસ્થાઓ જોડાઈ
કોલકત્તામાં બનેલી આ ઘટનાની દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત IMA દ્વારા પણ આ મામલે આ ઘટનાને વખોડી કાઢી છે. સતત 3-4 દિવસથી દેશભરના તબીબો દ્વારા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે રેસીડેન્ટ ડોક્ટર એસોસિએશન અને સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.








