સુરત/ શાકભાજીના ધંધાની અદાવતમાં હત્યા કરનારા બાળ કિશોર સહિત ચાર સાવરકુંડલાથી ઝડપાયા
સુરતના અમરોલી-કોસાડ આવાસમાં શાકભાજી અને ફ્રૂટના ધંધાના ઝઘડાની અદાવતમાં ચાર પિતા-પુત્રએ તિક્

સુરતના અમરોલી-કોસાડ આવાસમાં શાકભાજી અને ફ્રૂટના ધંધાના ઝઘડાની અદાવતમાં ચાર પિતા-પુત્રએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. બાજુની બિલ્ડીંગમાં રહેતા ત્રણ પિતા-પુત્ર ઉપર હુમલો કર્યો હતો. જેથી 45 વર્ષીય પિતાનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું. આ હત્યાના ગુનામાં પોલીસે સાવરકુંડલાથી બાળ કિશોર સહિત ચારની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વતનથી આરોપી ઝડપાયા
અમરોલીમાં શાકભાજીના ધંધાની તકરારમાં પુત્રની સામે જ પિતાની હત્યા કરવામાં આવી હતી. જેથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જો કે આરોપીએ નાસીને વતન જતાં રહ્યાં હતાં. જેથી પોલીસે વતનમાં જઈને એક બાળ કિશોર સહિત ચારની સાવરકુંડલાથી ધરપકડ કરી હતી. પોલીસે અલ્પેશ ભૂપત ઓગાણિયા, ભૂપત ગગજી, અનિલ અને ગુડું સામે હત્યાનો ગુનો નોંધ્યા હતો.
જમવા બેઠા હતા ત્યારે હુમલો
રાતે સાડા દસ વાગ્યાના અરસામાં શની તેના પિતા અતુલ માતા ગીતાબેન નાનોભાઈ મહેશ અને તેની પત્ની આરતી જમવા બેઠા હતાં. શનીની પત્ની સુમનબેન ઘરનો દરવાજો બંધ કરી રહી હતી. આ દરમિયાન અલ્પેશ તેના પિતા ભુપત અને નાનાભાઈ અનિલ તથા દડુ તલવાર અને ચપ્પુ સાથે આવતા જોઈ ચોંકી ગઈ હતી. તુરંત ઘરના સભ્યોને જાણ કરી હતી. જેથી તમામ ઘરની અંદર જ આવી જઈને હુમલો કર્યો હતો. જેમાં પિતાને પેટના ભાગે તિક્ષ્ણ હથિયાર વાગતાં આંતરડું બહાર આવી ગયું હતું.જેથી તેનું મોત નીપજ્યું હતું. જ્યારે એક ભાઈને પેટમાં અને બીજાને કાન પાસે હથિયાર વાગતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.








