VIDEO: ગુજરાતનો ખલી, જેના માથા પર કોઈ હેલમેટ ફીટ બેસતું નથી
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ભાટપુર ગામે ખલી તરીકે ઓળખાતા જૂજારસિંહને કુદરતે એવી કદ કાઠી આપી છે કે ફર
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ભાટપુર ગામે ખલી તરીકે ઓળખાતા જૂજારસિંહને કુદરતે એવી કદ કાઠી આપી છે કે ફરજીયાત હેલ્મેટનો નિયમ તેમના માટે ભારે પડી રહ્યો છે. તેનું માથું જ એટલું મોટું છે કે કોઇ હેલમેટ તેમાં ફિટ બેસતું નથી તાજેતરમાં જ હાઇકોર્ટે ટીપ્પણી કર્યા બાદ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની ભાન થઈ છે અને ફરીથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.
જો કે ભાટપુરા ગામના પૂર્વ સરપંચ ઇચ્છે તો પણ હેલમેટના કાયદાનું પાલન કરી શકે તેમ નથી અને પોલીસ પણ તેમને નિયમનું પાલન કરવાની ફરજ પાડી શકે તેમ નથી. કારણે છે જુજારસિંહનું તોતિંગ માથું. મુશ્કેલી એ છે કે તેમના માપનું હેલ્મેટ બજારમાં મળતું જ નથી, જેને લઈને હાલમાં તેઓ મૂંઝવણમાં મૂકાયા છે.
ચાર વખત પોલીસનો દંડ ભરી ચૂકેલા જૂજારસિંહ બારૈયા કરે તો શું કરે તેવી સ્થિતિ પેદા થઈ છે. તેમનો શારીરિક બાંધો એ પ્રકારનો છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરી શક્તા નથી. છ ફૂટ જેટલી ઊંચાઈના જૂજારસિંહને ગામ લોકો ખલી તરીકે બોલાવે છે. તેઓ કહે છે કે, મારી સાઇઝનું હેલ્મેટ મળતું જ નથી તો હું સરકારી નિયમોનો પાલન કેવી રીતે કરું. જોકે સરકારના નિયમ ખૂબ સારા છે અને તે સામાન્ય લોકોને માટે છે ત્યારે પાલન કરવાની ખૂબ ઈચ્છા થતી હોય પરંતુ માથા ઉપર હેલ્મેટ ન આવતા મૂંઝવણ અનુભવી રહ્યા છે.
બીજી તરફ સરકાર પાસે આજીજી કરી રહ્યા છે કે જ્યાં સુધી મારી સાઇઝનું હેલ્મેટ ન મળે ત્યાં સુધી મને છૂટછાટ આપવા અનુરોધ કરી રહ્યા છે. જુજારસિંહ માટે આ કદ કાઠી એક નહીં અનેક મુશ્કેલીઓ આપી રહી છે. જેમ કે તેમને પોતાની સાઇઝના બુટ-ચપ્પલ તૈયાર મળતા નથી, કપડાં તૈયાર મળતા નથી ત્યારે કપડાં પણ સીવડાવવા પડે છે અને ચપ્પલ પણ મોચી પાસે બનાવવા પડે છે.






