મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'તમારા એન્જિનિયરો શું કરી રહ્યાં છે?' AMCનો હાઇકોર્ટે ખાડા મામલે લીધો ઉધડો

અમદાવાદમાં રખડતા ઢોરો અને રસ્તા પર ભુવા પડવા અંગેના કેસની સુનવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સરકારો ઉધડો લીધ

'તમારા એન્જિનિયરો શું કરી રહ્યાં છે?' AMCનો હાઇકોર્ટે ખાડા મામલે લીધો ઉધડો

અમદાવાદમાં રખડતા ઢોરો અને રસ્તા પર ભુવા પડવા અંગેના કેસની સુનવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સરકારો ઉધડો લીધો હતો. કોર્ટે સરકારનો ઉધડો લેતા કહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરો શું કરી રહ્યા છે? આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ ખોલવાની અને રોડ બંધ કરવાની શું પોલીસી છે તે રજૂ કરવી જસ્ટિસ અલ્પેશ વાય કોગજે અને જસ્ટિસ સમીર જે દવેની ખંડપીઠે અમ્યુકોને નિર્દેશ કર્યો હતો.

રખડતા ઢોરોનો ત્રાસ, ટ્રાફિકની સમસ્યા


ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અલ્પેશ વાય. કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠ દ્વારા અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ, ટ્રાફિકની સમસ્યા, વરસાદની સીઝન દરમિયાન રસ્તાઓ તૂટી જવા, ભુવાઓ પડવા અને ટ્રાફિકની સમસ્યા બાબતે AMC કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપેલા અગાઉના આદેશોનું કોઈ પાલન કરવામાં આવ્યું નથી, તેથી તેની સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી કરવા એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી કન્ટેમ્પટ અરજીની સુનાવણી કરવામાં આવી હતી.

અવારનવાર રસ્તઓ પર કેમ ભુવા પડે છે?

સુનાવણી દરમિયાન AMC દ્વારા તાત્કાલિક રોડની કામગીરી કરવામાં આવી હતી, કોર્ટ દ્વારા ગંભીર ટિપ્પણી કરવામાં આવી હતી કે કોર્પોરેશન દ્વારા કામગીરી બાબતે દાવાઓ કરવામાં આવે છે પણ તેમ છતાં અવારનવાર રસ્તઓ પર કેમ ભુવા પડે છે, એ બાબતનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

કોર્પોરેશન દ્વારા એન્જિનિયરની ભરતી કરવામાં આવે છે, પરંતુ રોડ રસ્તાની કામગીરી થર્ડ પાર્ટીની ભરોસે હોય છે, તો શું માત્ર એન્જિનિયરો થર્ડ પાર્ટી એક્સપર્ટના જ સહારે કામ કરે છે. આ બાબતનો જવાબ આપો.

આ સમાચાર શેર કરો