સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલનો ગોરખધંધો, નોર્મલ ડિલિવરી કહી સિઝેરિયન કરી દેતા પ્રસુતાની તબિયત બગડી
રાજ્યની વધુ એક હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે.

રાજ્યની વધુ એક હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. રાજ્યના સુરેન્દ્રનગરમાં ગાયનેક હોસ્પિટલ વિવાદમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરની ચામુંડા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે.
પરિવારજનોને નોર્મલ ડિવિલરી કહીને સિઝેરિયન કરી દેવામાં આવ્યું
ઘર કામ કરતી પ્રસુતાની દવા પૂર્ણ થઈ જતા પરિવાર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી હતી. થાનમાં આવોલી ચામુંડા હોસ્પિટલમાં પ્રસુતાને દાખલ કરવામાં આવી હતી. પ્રસૃતાની ડિલિવરીનો સમય હજી બાકી હોવા છતાં પણ હોસ્પિટલ દ્વારા તેને દાખલ કરવામાં આવી, ત્યારબાદ પરિવારજનોને નોર્મલ ડિવિલરી કહીને સિઝેરિયન કરી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: કૌભાંડ કે બેદરકારી? 80 કરોડના ખર્ચે તૈયાર ઘુમા-શીલજ ઓવરબ્રિજ છેડે રસ્તો નહીં દીવાલ
સિઝેરિયનબાદ પ્રસૃતાની તબિયત લથડી
સિઝેરિયન બાદ પ્રસૃતાની તબિયત લથડી પડી હતી, હોસ્પિટલે પહેલા પ્રસૃતાને સરકારી હોસ્પિટલ અને બાદમાં અમદાવાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ખાનગી હોસ્પિટલોની બેદરકારીઓને પગલે સામાન્ય પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.






