મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જામનગર જિલ્લામાં દુષ્કર્મનો બોગ બનેલી 16 વર્ષની સગીરાને ગર્ભપાતની ગુજરાત હાઈકોર્ટે આપી મંજૂરી

જામનગર જિલ્લાની 16 વર્ષીય એક સગીરાને લગ્નની લાલચ આપી આરોપીએ તેણીન

જામનગર જિલ્લામાં દુષ્કર્મનો બોગ બનેલી 16 વર્ષની સગીરાને ગર્ભપાતની ગુજરાત હાઈકોર્ટે આપી મંજૂરી

જામનગર જિલ્લાની 16 વર્ષીય એક સગીરાને લગ્નની લાલચ આપી આરોપીએ તેણીની સાથે દુષ્કર્મ ગુજારતાં સગીરા ગર્ભવતી બની ગઈ હતી. જેથી પીડિતા અને તેણીના પિતાએ ગર્ભપાત કરાવવા હાઈકોર્ટમાં મંજૂરી માંગી હતી. 

 આ પણ વાંચો:  ભાવનગર શહેરમાં સગીરા પર દુષ્કર્મની ઘટના, પિતા-પુત્ર દ્વારા સગીરાના અપહરણનો આક્ષેપ

16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

હાઈકોર્ટે જી. જી. હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ પાસેથી રીપોર્ટ મંગાવ્યા બાદ ગત તા. 04-11-2024ના રોજ સગીરાની ઉંમર નાની હોવાને કારણે ગર્ભાવસ્થા ચાલુ રાખવી હિતાવહ ન જણાતાં તેમજ ગર્ભપાત શક્ય હોવાનું જણાયું હતું. આથી હાઈકોર્ટએ રિપોર્ટના અભિપ્રાયને ધ્યાને લઈ પીડિતાને ગર્ભપાત કરાવવા મંજૂરી આપી હતી.

હાઈકોર્ટે પીડિતાને ગર્ભપાત કરાવવા મંજૂરી આપી 

હાઇકોર્ટે ગર્ભપાત અંગેના તેના અભિપ્રાય આપવા બાબતે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકટીશનર્સ અને મેડિકલ બોર્ડ માટે મહત્ત્વની માર્ગદર્શિકા પણ જારી કરી હતી. જે મુજબ, રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકટીશનર કે મેડિકલ બોર્ડે એમટીપી એકટની કલમ-3(2) હેઠળના માપદંડો સુધી તેમના અભિપ્રાયને મર્યાદિત કરવો જોઇએ નહીં, પીડિતાના શારીરિક અને ભાવનાત્મક સુખાકારીનું પણ મૂલ્યાંકન કરવુ જોઇએ.

ગર્ભપાત માટે મંજૂરી માંગવામાં આવી

વધુમાં રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટીશનર કે મેડિકલ બોર્ડે તેના રિપોર્ટમાં જેના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી માંગવામાં આવી, તે પીડિતા, સગીરા કે સગર્ભા સ્ત્રીને ગર્ભાવસ્થા ચાલુ રાખવાથી સંપૂર્ણ મુદત સુધી તેની શારીરિક-માનસિક સ્થિતિને શું અસરો કરશે, તે બાબતે પણ તેમનો અભિપ્રાય જણાવવો જોઇએ.

આ સમાચાર શેર કરો