VIDEO: વસ્ત્રાપુરમાં પરિણીતાનું શંકાસ્પદ મોત, યુવતીના પરિવારજનોએ સાસરીયા પર લગાવ્યો દહેજના દબાણનો આરોપ
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પરિણીતાનું શંકાસ્પદ સ્થિતિમાં મોત નિપજ્યું છે. મહિલાના પિય
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પરિણીતાનું શંકાસ્પદ સ્થિતિમાં મોત નિપજ્યું છે. મહિલાના પિયર પક્ષે આક્ષેપ કર્યા છે કે સાસરિયામાં થયેલા ઝગડા બાદ તેણીએ આત્મહત્યા કરી હોવાની આશંકા છે.સાસરિયા પક્ષે મૃતદેહને ખાનગી હોસ્પિટલમાં મુકીને રવાના થઈ ગયાનો પણ આક્ષેપ થયો છે. ઘટનાની માહિતીને આધારે વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે અને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સોલા સિવિલ ખસેડવામાં આવ્યો છે.
9 લાખ રૂપિયાની માંગણી તેમજ થાર કારની માગ કરી હોવાનું પણ દાવો
પિયર પક્ષે દોઢ વર્ષના લગ્નજીવનમાં આશરે 9 લાખ રૂપિયાની માંગણી તેમજ થાર કારની માગ કરી હોવાનું પણ દાવો કર્યો છે.પરિવારે મૃતદેહ ન સ્વીકારવાની વાત કહી છે, જ્યાં સુધી ફરિયાદ ન નોંધાઈ અને આરોપીઓ પકડાય નહીં.
પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો
આ ઘટનાથી શોકગ્રસ્ત અને આક્રોશિત પરિજનોએ માગણી કરી છે કે જ્યાં સુધી આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ (FIR) નોંધવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ દીકરીના મૃતદેહનો સ્વીકાર કરશે નહીં. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર સાસરિયા પક્ષના સભ્યોની શોધખોળ શરૂ કરી છે






