મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ગરબાના આયોજકે પોતાની દુકાનમાં આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટમાં 10 ટકા વ્યાજે લીધાનો ઉલ્લેખ, આત્મહત્યાનું કારણ નહી

અમદાવાદના વટવા વિસ્તારમાં ગરબાના આયોજકે પોતાની દુકાનમાં ગળે ફાંસોે ખાઇને આપઘાત કર્યો હતો.

Ahmedabad news: ગરબાના આયોજકે પોતાની દુકાનમાં આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટમાં 10 ટકા વ્યાજે લીધાનો ઉલ્લેખ, આત્મહત્યાનું કારણ નહી

અમદાવાદના  વટવા વિસ્તારમાં ગરબાના આયોજકે પોતાની દુકાનમાં ગળે ફાંસોે ખાઇને આપઘાત કર્યો હતો. ચિઠ્ઠીમાં મિત્ર પાસે બે લાખ રૃપિયા ૧૦ દિવસના ૧૦ ટકા વ્યાજે લીધા હોવાનું લખેલું છે જો કે આત્મહત્યા કયા કારણોસર કરી છે તેનો કોઇ ઉલ્લેખ કર્યો નથી. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે અક્સ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બે લાખ રૃપિયા ૧૦ દિવસના ૧૦ ટકા વ્યાજે લીધેલા 

ઘોડાસરમાં રહેતા યુવકે ગઇકાલે બપોરે પોતાની દુકાનમાં કોઇક અગમ્ય કારણોસર લોખંડના હુકમાં દોરડું બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.મૃતકે લખેલી ચિઠ્ઠીમાં તેણે મિત્ર પાસેથી બે લાખ રૃપિયા ૧૦ દિવસના ૧૦ ટકા વ્યાજે લીધેલા હતા અને તેને રકમ લખ્યા વગરના બે કોરા ચેક આપ્યાનું લખેલું હતું. ઉપરાંત હાથીજણ પાસે ગેલેક્સી રાસ ગરબાનું આયોજન તેમનું પોતાનું હતું મારો કોઇ ભાગીદાર ન હતા.

વટવા જીઆઇડીસી પોલીસની તપાસ શરૂ

ગરબાના આયોજનમાં સાઉન્ડ સહીતના લોકોને ૯૦ ટકા પેમેન્ટ આપેલું છે તેમાં કોઇ જવાબદાર નથી અને કોઇ પણ જાતની એડવાન્સ ટીકીટ પણ વેચી ન હતી. જો કે આપઘાતના બનાવમાં કોઇની ધમકી કે પછી હેરાનગતિ થતી હોવાનો કોઇજ ઉલ્લેખ કરવામા આવ્યો નથી. વટવા જીઆઇડીસી પોલીસના જણાવ્યા મુજબ ચિઠ્ઠીમાં જેના નામનો ઉલ્લેખ કરાયો છે તે વ્યકિતની પૂછપરછ બાદ જ આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળશે.

આ સમાચાર શેર કરો