મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જગ વિખ્યાત યાત્રાધામ અંબાજીમાં દેવ દિવાળીનું પર્વ ભારે ધામધૂમથી ઉજવાયું

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણાતા જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આજે દેવ દિવાળીનું પર્વ ભારે ધામધૂમથી ઉજવાયું હતું. 51 શક્તિપીઠોમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાતા અંબાજીમાં, કાર્તિક પૂર્ણિમાના દિવસે ભક્તોનો માનવ મહેરામણ ઊમટ્યુ હતુ.વહેલી સવારે 4 વાગ્યે યોજાયેલી મંગળા આરતીમાં જોડાવા માટે ભક્તો લાંબી કતારોમાં ઊભા હતા.

 ભક્તોની લાઇન મંદિરના ચાચર ચોકથી છેક શક્તિદ્વાર સુધી જોવા મળી

આ ભક્તોની લાઇન મંદિરના ચાચર ચોકથી છેક શક્તિદ્વાર સુધી જોવા મળી હતી. 35 વર્ષથી સતત સંઘ લઈને આવતા ભક્તો પણ માતાજીના દર્શન કરવા આવ્યા હતા..ભક્તોએ સંઘ સાથે ધજા લાવી માતાજીના દર્શન કર્યા હતા અને મંદિરના ચાચરચોકમાં ગરબે ઘૂમીને દેવ દિવાળીના પાવન પર્વની ઉજવણી કરી હતી.

આ સમાચાર શેર કરો