મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'ખેડૂતો માટે 5 હજાર કરોડ રૂપિયાની મદદ માટે મુખ્યમંત્રીનો છૂટો દોર', અંબાજી ખાતે જીતુ વાઘાણીએ કહી આ વાત

કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણી અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી નવા વર્ષના આશીર્

'ખેડૂતો માટે 5 હજાર કરોડ રૂપિયાની મદદ માટે મુખ્યમંત્રીનો છૂટો દોર', અંબાજી ખાતે જીતુ વાઘાણીએ કહી આ વાત

કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણી અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી નવા વર્ષના આશીર્વાદ લીધા હતા. જીતુ વાઘાણીએ દિવાળી નિમિત્તે ગુજરાત તથા દેશભરના લોકોને સુખ–સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. સાથે જ રાજ્ય સરકારે ખેડૂતોને અપાતી સહાય અંગે વાત કરતા કહ્યું કે, હાલ ખેડૂતોને આપવામાં આવેલી 2500 કરોડની સહાય માનવતાના હેતુસર જાહેર કરવામાં આવી છે, પરંતુ જો જરૂર પડશે તો આ સહાયને પાંચ હજાર કરોડ સુધી લંબાવવામાં આવશે.

કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ખેડૂતોના હિત માટે જો વધુ સહાયની જરૂર પડે તો મુખ્યમંત્રીએ તેમને ખુલ્લો દોર આપ્યો છે. કુદરતી હોનારતો સામે ખેડૂતોના ખભેખભા મિલાવીને મદદ માટે ભાજપ સરકાર તૈયાર હોવાનું જણાવ્યું હતું. ખેડૂતોને યોગ્ય મદદ મળી રહે અને નુકસાનીમાંથી રાહત થાય તે હેતુથી સરકાર મદદ કરી રહી છે.

આ સમાચાર શેર કરો