મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દિવાળી પર્વે અંબાજી મંદિરનો ભંડારો છલકાયો, 1.25 કરોડથી વધુ રકમ અને 400 ગ્રામથી વધુ સોનુ શ્રદ્ધાળુઓ કર્યું દાન

દિવાળી પર્વે અંબાજી મંદિરનો ભંડારો છલકાયો છે. છેલ્લા સાત દિવસમાં બુધવારથી મંગળવાર સ

દિવાળી પર્વે અંબાજી મંદિરનો ભંડારો છલકાયો છે. છેલ્લા સાત દિવસમાં બુધવારથી મંગળવાર સુધીમાં  આશરે 8 લાખથી વધુ ભક્તોએ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા છે. ભક્તોએ બહોળી સંખ્યામાં દાન અર્પણ કર્યું છે. અંબાજી મંદિરના  ભંડારામાં રૂપિયા 1.25 કરોડથી વધુ રકમ અને 400 ગ્રામથી વધુ સોનુ દાનરૂપે અર્પણ કર્યું છે. જેની કિંમત અંદાજે રૂપિયા 50 લાખથી વધુ ગણાય છે.

 ભક્તોએ ઉત્સાહપૂર્વક માતાજીના દર્શન કરી દાન આપ્યું

મંદિર ટ્રસ્ટ દ્વારા સીસીટીવી કેમેરાની હાજરીમાં રૂપિયો, સોનુ અને ચાંદીની ગણતરી કરવામાં આવી હતી.અંબાજી મંદિરના વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર દિવાળી અને નવા વર્ષની અવસરે ભક્તોએ ઉત્સાહપૂર્વક માતાજીના દર્શન કરી દાન આપ્યું છે.

આ સમાચાર શેર કરો