VIDEO: યાત્રાધામ અંબાજીમાં જાહેરમાં દેશી દારૂના વેચાણથી ગ્રામજનોએ પોલીસ સ્ટેશનમાં રોષ ઠાલવ્યો
VIDEO: ઉત્તર ગુજરાતના જાણીતા
VIDEO: ઉત્તર ગુજરાતના જાણીતા શક્તિપીઠ એવા અંબાજીમાં દેશી દારૂનો જાહેરમાં પીવાતો હોવાથી ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. અંબાજીમાં ખુલ્લામાં દેશી દારૂનું વેચાણ યથાવત્ રહેતા દારૂડિયાઓ જાહેરમાં દારૂ પીને ફરતા હોય છે. દેશી દારૂના અંબાજીમાં ઠેર-ઠેર વેચાણથી ત્રાસી ગ્રામજનો આખરે પોલીસ સ્ટેશનમાં જઈ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો અંબાજીમાં ચાલતા દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણ બંધ થાય તેના માટે અંબાજી પોલીસ સ્ટેશન પહોંચીને રજૂઆત કરી હતી.
યાત્રાધામ અંબાજીમાં દેશ-દુનિયામાંથી હજારો યાત્રાળુઓ દર્શન કરવા આવતા હોય છે, ત્યારે અંબાજીમાં જાહેરમાં દેશી દારૂનું ધૂમ વેચાણ અને પીવાતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. લોકોનો આક્ષેપ છે કે, સ્થાનિક પોલીસની રહેમ હેઠળ અંબાજીમાં ધમધમી રહ્યા છે દેશી દારૂના અડ્ડાઓ. દારૂડિયાઓ અંબાજીમાં જાહેરમાં હથિયાર લઈને ફરે છે, જેથી નાગરિકોનું ઘરથી બાહર નીકળવું મુશ્કેલ થઈ પડયું છે. આ ઉપરાંત પોલીસની ઢીલી કામગીરીથી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે.જેથી કરીને પોલીસ અંબાજીમાં સામાજિક ગતિવિધિઓ રોકવામાં નિષ્ફળ નીવડી છે. દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણના કારણે વાર તહેવારોમાં ઘરને બંધ રાખવાની સ્થાનિકોને નોબત આવી છે. દારૂના ત્રાસ અંગે પોલીસને અનેકવાર રજૂઆત કરવા છતાં પોલીસ કોઈપણ કામગીરી નથી કરતી હોવાનો સ્થાનિકો આક્ષેપ મૂક્યા હતા. આખરે કંટાળી સ્થાનિક લોકો એકઠા થઈ અંબાજીમાંથી દેશી દારૂની બદી દૂર કરવા અંબાજી પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો હતો. અંબાજીના સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે, બનાસકાંઠા એસપી યાત્રાધામમાંથી દેશી દારૂના દૂષણને દૂર કરે.



