ગુજરાત: ધોરણ-12નું Result જાહેર, સામાન્ય પ્રવાહનું 91.93% વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ગુજરાતના ધોરણ 12 સાયન્સ, આર્ટ્સ અને કોમર્સનું પરિણામ

ગુજરાતના ધોરણ 12 સાયન્સ, આર્ટ્સ અને કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12નું પરિણામ આજે 9 મે, 2024 ગુરવારના રોજ જાહેર થઈ ગયું છે. આ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જોઇ શકો છો.
વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જ્યારે સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાનું સૌથી વધું પરિણામ
ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ)માં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ જાહેર થયું છે. આ ઉપરાંત કુંભાણીયા કેન્દ્રનું સૌથી ઊંચુ પરિણામ આવ્યું છે.
સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ. આજે જાહેર થયેલા પરિણામમાં વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ સાથે 1034 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 2023ની તુલનાએ વિજ્ઞાન પ્રવાહમાં 16.87 ટકા વધુ પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ જાહેર થયું છે.
ધોરણ-10નું પરિણામ આ તારીખે થશે જાહેર, વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત
સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ
સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93%
2023ની તુલનાએ વિજ્ઞાન પ્રવાહમાં 16.87% વધુ પરિણામ
વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા પરિણામ
વોટ્સએપ નંબર પરથી પણ મેળવી શકાશે પરિણામ
શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર સવારના 9.00 કલાકે જાહેર
વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશો. જેના માટે 6357300971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો. વિદ્યાર્થીઓએ પરીક્ષાની માર્કશીટ મેળવવા માટે ક્યા સમયે જવું તે અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવશે, ઉપરાંત પેપરના રિએસએસમેન્ટ માટેની તારીખ પણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે
જાણો કઈ રીતે ઓનલાઇન પરિણામ મેળવશો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જવાનું રહેશે.
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે.
વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. પરીક્ષા 26 માર્ચ સુધી ચાલી હતી. કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.








