રાજકોટ: યુનિકેર હોસ્પિટલના તબીબે ડાબા પગને બદલે જમણા પગનું કર્યું ઓપરેશન, યુવતીએ પોલીસ ફરિયાદ કરી
રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ ડાબા પગ

રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કરી દેવાનો આરોપ લગાવ્યો છે. જૂનાગઢની આ યુવતીને પગમાં દુખાવો થતા જૂનાગઢના ડોક્ટરને બતાવ્યું હતું બાદ ઓપરેશન કરવું પડશે, તેથી તે રાજકોટની હોસ્પિટલમાં દાખલ થઈ હતી.
યુવતીના તકલીફ વાળા ડાબા પગને બદલે જમણા પગનું કર્યું ઓપરેશન
યુવતી ઓપરેશન માટે 19 એપ્રિલે દાખલ થઇ હતી. યુવતીના તકલીફ વાળા ડાબા પગને બદલે સાજા પગનું એટલે જમણા પગનું ઓપરેશન કરી દીધું. સમગ્ર ઘટનામાં હાલ તો તબીબની ઘોર બેદરકારી સ્પષ્ટ જોવા મળી હતી.
યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરી
આ પછી યુનિકેર હોસ્પિટલના વહીવટીતંત્રના વડા કાર્તિક શેઠે જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ થવા આવ્યા ત્યારે દર્દીના સગાવાલાને બધું સમજાવ્યું હતું.ડાબા પગમાં સિન્ડ્રોમ હોવાનું સામે આવ્યું હતું.જમણા પગમાં પણ તેની અસર થતી હોવાથી તપાસ કરતા બન્ને પગમાં ઓપરેશન કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. આ ઘોર બેદરકારીની ઘટનાને લઇને યુવતીએ યુનિકેર હોસ્પિટલ સામે ગાંઘીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.






