મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઘોર કળયુગ: માસૂમ બાળકી સાથે આધેડ નરાધમે કર્યું ખરાબ કૃત્ય, એક યુવકે બચાવી નહીં તો.....

જામનગર શહેરના અપનાબજાર જેવા અત્યંત ધ

ઘોર કળયુગ: માસૂમ બાળકી સાથે આધેડ નરાધમે કર્યું ખરાબ કૃત્ય, એક યુવકે બચાવી નહીં તો.....

જામનગર શહેરના અપનાબજાર જેવા અત્યંત ધમધમતા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે તેવી એક અધમ ઘટના સામે આવી છે. એક આધેડ શખ્સ જાહેરમાં માસૂમ બાળકી સાથે ગંદી હરકતો કરતો કેમેરામાં કેદ થયો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં લોકોમાં ભારે રોષ અને ફિટકારની લાગણી જોવા મળી રહી છે.

ભીડભાડવાળી જગ્યાએ બાળકી સાથે કરી ગંદી હરકતો

મળતી માહિતી અનુસાર, જામનગરના અપનાબજાર વિસ્તારમાં એક આધેડ શખ્સે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક માસૂમ બાળકી અને તેની સાથે રહેલા એક બાળકને રોક્યા હતા. સૌ પ્રથમ તેણે બંને સાથે વાતચીત કરી હતી, ત્યારબાદ ધીમે ધીમે બાળકીને પોતાની પાસે બોલાવી અને બળજબરીપૂર્વક તેને પોતાના ખોળામાં બેસાડી લીધી હતી.

ખોળામાં બેસાડ્યા બાદ નરાધમ આધેડ શખ્સે માસૂમ બાળકી સાથે ગંદી હરકતો કરવાનું શરૂ કર્યું હતું. આ દ્રશ્ય જોઈને બાળકી સાથે રહેલો અન્ય બાળક ડઘાઈ ગયો હતો અને તેણે બાળકીને ખેંચીને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આધેડની મજબૂત પકડને કારણે તે સફળ થયો નહોતો.

યુવકને કારણે બચી ગઈ બાળકી

આખરે, ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકનું ધ્યાન આ ઘટના તરફ ગયું હતું. તે તરત જ દોડી આવ્યો અને આધેડના ખોળામાંથી બાળકીને ઉઠાવી લીધી અને તેને સલામત સ્થળે મૂકી આવ્યો. જો કે, યુવાન પાછો ફરે તે પહેલાં જ નરાધમ શખ્સે પોતાના થેલા લઈને ત્યાંથી ચાલતી પકડી હતી. તે યુવકે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી

આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, અને તેનો વીડિયો વાયરલ થતાં જામનગરના લોકોમાં આ આધેડ શખ્સ પ્રત્યે ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકોની માંગ છે કે પોલીસ તંત્ર તાત્કાલિક આ વાઈરલ વીડિયોના આધારે આ નરાધમને શોધી કાઢે અને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરે.

આ સમાચાર શેર કરો